બોટાદ 108 ટીમની સરાહનીય કામગીરી: વાડી વિસ્તારમાં સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા વાડી વિસ્તારમાં 108 ટીમે વરસાદી અને પડકારજનક પરિસ્થિતિમાં સ્થળ પર સફળ પ્રસૂતિ કરાવી માતા અને ઓછા વજનના નવજાત શિશુનો જીવ બચાવી સુરક્ષિત રીતે બોટાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 05 Aug 2026 10:56 AM (IST)Updated: Wed, 05 Aug 2026 10:56 AM (IST)
botad-108-team-conducts-safe-delivery-in-farm-area-saves-mother-and-newborn

Botad News: બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત 108 ઈમરજન્સી સેવાની ટીમે અત્યંત ગંભીર અને પડકારજનક પરિસ્થિતિમાં સૂઝબૂઝથી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાંભડા વાડી વિસ્તારમાંથી પ્રસૂતિ પીડામાં શરુ થતાં સગર્ભાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની સેવાની જરૂર હોવાની માહિતી મળતા સાળંગપુર 108 ટીમના EMT વિપુલભાઈ બાંભણીયા અને ડ્રાઈવર રાજેશભાઈ ગલીયેલ સ્થળ પર પહોંચ્યા હતા.

વાડી વિસ્તારમાં સગર્ભાને પ્રસૂતિ પીડા ઉપડી

સગર્ભા ત્રણ કિલોમીટર સુધી વાડી વિસ્તારમાં રહેતા હોવાથી અને વરસાદી માહોલમાં તેણી માટે ચાલીને જવું પડે એમ્બ્યુલન્સ સુધી ચાલી શકે તેમ નહોતા અને સગર્ભાને પ્રસૂતિ પીડા અત્યંત તીવ્ર હોવાનું જણાયું હતું. ગર્ભાવસ્થા દરમિયાનની અધુરા મહિને પ્રસૂતિનો દુખાવો હોય ત્યારે પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. દર્દીને તાત્કાલિક સ્થળ જ પર પ્રસૂતિ કરવાની ફરજ પડતાં વાડી વિસ્તારમાં જ મહિલાની પ્રસૂતિ પીડા અસહ્ય બની જતાં સ્થળ પર જ ડિલિવરી કરાવવી અનિવાર્ય બની હતી.

108 ટીમે સગર્ભાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી

ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશિયન હસમુખભાઈના માર્ગદર્શન હેઠળ EMT વિપુલભાઇ બાંભણીયાએ પોતાના અનુભવ, તાલીમ અને સૂઝબૂઝનો ઉપયોગ કરીને અત્યંત જોખમી પરિસ્થિતિમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ નવજાત શિશુમાં વજન ઓછું હોવાથી વધુ સારવારની જરૂરીયાત અર્થે માતા અને નવજાત બંનેને વધુ સારવાર માટે ત્રણ કિલોમિટર સુધી ખાટલાનો ઉપયોગ કર્યો હતો. ખાટલામાં એમ્બ્યુલન્સ સુધી લાવી બોટાદ સિવિલ હોસ્પિટલે સુરક્ષિત ખસેડ્યા હતા.

જિલ્લા અધિકારીએ 108 ટીમને અભિનંદન પાઠવ્યા

આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બોટાદ જિલ્લાના અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ EMT વિપુલ.બાંભણીયા, ડ્રાઈવર રાજેશભાઈ ગલીયેલ તથા સમગ્ર 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 108 ઇમરજન્સી સેવા માત્ર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી સેવા નથી, પરંતુ સંકટની ઘડીએ તાલીમબદ્ધ માનવબળ, આધુનિક સાધનો અને માનવતાભર્યા અભિગમ સાથે લોકોના જીવનની રક્ષા કરતી વિશ્વસનીય જીવનરક્ષક સેવા છે.