બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Apr 2026 07:36 PM (IST)Updated: Fri 10 Apr 2026 07:36 PM (IST)
botad-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-725669

Botad District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 2.03 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, બોટાદ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

બોટાદ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1ભાંભણ - ૧9318851417832
2ભીમડાદ-૨10042904019082
3ઢસાગામ-૩10224949019714
4ગુંદાળા-૪9755882418579
5જાળીલા - ૫116031020621809
6કાનિયાડ - ૬7860707014930
7ખાંભડા-૭9874814718021
8લાખેણી - ૮9972905819030
9લાઠીદડ - ૯8559795016509
10માંડવધાર-૧૦122971115023447
11નાગનેશ-૧૧8902789916801
12નાવડા જુના -૧૨10958960620564
13નિંગાળા-૧૩9336831317649
14પાળીયાદ - ૧૪8533787816411
15રાણપુર-૧૫9141842717568
16સરવા - ૧૬113421031821660
17તુરખા - ૧૭9729882518554
18ઉગામેડી-૧૮9418829117709
19ઉમરાળા-૧૯121701054022710
20વાવડી-૨૦10202921919421

બોટાદ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Botad District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામઆમ આદમી પાર્ટી
1ભાંભણ - ૧ડાભી અંજુબેન ભીખાભાઈ
2ભીમડાદ-૨રાઠોડ પરસોત્તમભાઈ દિયાળભાઈ
4ગુંદાળા-૪ગોહિલ અનસોયાબા નેપાલસિંહ
5જાળીલા - ૫સોનલબેન ગણેશભાઈ
6કાનિયાડ - ૬જામોદ મંજુબેન ભૂપતભાઈ
8લાખેણી - ૮ધનજીભાઈ ડાયલભાઈ ગોહિલ
9લાઠીદડ - ૯કિંજલબેન જમોડ
10માંડવધાર-૧૦રાજુભાઈ ઝાપડિયા રામપરા
11નાગનેશ-૧૧બગોદરીયા ગોપાલભાઈ
12નાવડા જુના -૧૨વનુભાઈ રામસંગ કોલેદ્રા
13નિંગાળા-૧૩બાવળિયા મમતાબેન પ્રવિણભાઈ
14પાળીયાદ - ૧૪ગીતાબેન વલ્લભભાઈ ધોરીયા
15રાણપુર-૧૫અનીસભાઈ માંકડ
16સરવા - ૧૬પ્રભાતભાઈ ભીખાભાઈ ધોરીયા
17તુરખા - ૧૭કિહલા રાજેશભાઈ શિવાભાઈ
20વાવડી-૨૦ડાભી પુરણબેન કીર્તિકકુમાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026