Botad: કુંવરબાઈનું મામેરુ યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, કચેરીમાં ફરજ બજાવતા નિરીક્ષકે 24.48 લાખ સેરવી લીધા

બોટાદ જિલ્લામાં જિલ્લા સેવાસદનમાં ફરજ બજાવતા કર્મચારીએ કુંવરબાઈનું મામેરુ યોજનાના લાભાર્થીઓના રુપિયા ઉપાચત કર્યા હતા. જેની ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 08 Apr 2026 01:27 PM (IST)Updated: Wed 08 Apr 2026 01:31 PM (IST)
botad-news-kunwar-bai-nu-mameru-yojana-botad-scam-rs-24-48-lakh-embezzled-from-welfare-scheme-723954

Botad News: બોટાદ જિલ્લામાં કુંવરબાઈનું મામેરુ યોજનાના લાભાર્થીઓના રુપિયા ઉપાચત થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લા સેવા સદનમાં સમાજ કલ્યાણ અધિકારી કચેરીમાં ફરજ બજાવનારા નિરીક્ષકે લાભાર્થીઓના રુપિયા પોતાના અને પરિવારના સભ્યોના ખાતામાં સેરવીને કુલ રુ.24. 48 લાખની ઉપાચત કરી હતી.

લાભાર્થીની અરજીએ કર્યો ભાંડાફોડ

ગત તા.02 એપ્રિલ 2026ના રોજ કુંવરબાઈ મામેરુ યોજનાનો લાભ મેળવનારા ધુરવિશાબેન ભાવનગરીયાએ તેમને અરજી કરી હતી છતા કોઈ લાભ મળ્યો નહોતો. જે અંગે અરજી કરી હતી, ત્યારે કચેરી દ્વારા કરવામાં આવેલી તપાસમાં છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.

નિરીક્ષકે સામે પોલીસ ફરિયાદ

બોટાદ જિલ્લા સેવાસદનમાં મદદનીશ અધિકારી (વિકસતી જાતિ) તરીકે ફરજ બજાવનાર કેતનભાઈ મનુભાઈ વાકાણીએ આ મામલે બોટાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નોંધ્યા મુજબ, કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નિરીક્ષક શૈલેષ કાનજી પરમારે કુંવરબાઈ મામેરુ યોજનાના લાભાર્થી ધુરવીશાબેનની અરજીમાં જે તેમનો બેન્ક નંબર લખેલો. તેની જગ્યાએ બીજો બેન્ક ખાતા નંબર નાખી દીધો હતો. તેમજ મળનારી રકમ રુ.12 હજાર રકમ મેળવી લીધી હતી.

પરિવારના સભ્યોના ખાતામાં પૈસા ટ્રાન્સફર

આરોપી નિરીક્ષક શૈલેષ પરમારે તા.01 જુલાઈ 2025 સુધીમાં અત્યાર સુધીમાં 204 લાભાર્થીઓના હકના નાણા રુપિયા 12 હજારની રકમ મળીને હજુ સુધીમાં 24,48,000 રકમ પોતાના અને પરિવારના અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને નાણાકીય છેતરપિંડી આચરીને સરકાર દ્વારા અપાયેલ રકમ ઉપાચત કરી હતી. જે ભાંડો ફૂટતા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી કેતન વાકાણીએ આરોપી શૈલેષ પરમાર સામે બોટાદ ટાઉન પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે.