Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 21-10-2025ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્યોર સિલ્કના કાપડમાંથી એમ્બ્રોઇડરી વર્ક વાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા, આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતીના ફુલથી શણગાર્યું હતું.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સવારે 05:30 કલાકે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સવારે 07:00 શણગાર આરતી અને સંધ્યા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિપોત્સવ નિમિતે સાંજે 6.30 સમૂહ સંધ્યા આરતીમાં પટાંગણમાં 11 હજાર દિવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી હતી. શ્રીહનુમાન ચાલીસાનું મંદિર પટાંગણમાં સમૂહ ગાન કરાયું હતું. મંદિર અને પરિસરને રોશનીથી શણગારમા આવ્યું સાળંગપુરધામ રોશની અને દિવડાઈ[થી દિપી ઉઠ્યું હતું તેમજ ભવ્ય આતશબાજીનું રાત્રે 9થી 10 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
