Shri Salangpur Hanuman: શનિવાર એટલે અંજનીપુત્ર હનુમાનજીનો વાર. આજના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ કષ્ટભંજનદેવને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
મિક્સ ફૂલોનો શણગાર, સુખડીનો અન્નકૂટ
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે 7 ફેબ્રુઆરી, શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવન તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા અને ઓર્કિડ-સેવંતીના મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હનુમાનજીને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

મંગળા-શણગાર આરતી, મારુતિ યજ્ઞનું આયોજન
આજે સવારે 5:30 કલાકે વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. જે બાદ સવારે 7:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે સાંજે 04:30 કલાકે હનુમાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અનેક હરિભક્તોએ શ્રી કષ્ટભંજન દેવના દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
