Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે કોંગ્રેસ ભાજપ અને આપ પાર્ટીએ અને અપક્ષ ઉમેદવારો મેદાને ઉતરી ગયા છે. ત્યારે બોડેલી નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે કુલ 83 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. જે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
11 એપ્રિલે 50 ફોર્મ ભર્યા
બોડેલી નગરપાલિકામાં આગામી ચૂંટણીને લઈને પ્રાંત અધિકારીએ માહિતી આપી હતી. 11મી એપ્રિલે છેલ્લા દિવસે 50 ફોર્મ જમા કરાયા હતા. તે પહેલા અનુક્રમે 8 એપ્રિલે 2 ફોર્મ, 9 એપ્રિલે 3 ફોર્મ અને 10મી તારીખે 28 ફોર્મ ભર્યાની વિગતો સામે આવી હતી.
ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ
બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય માહોલ ગરમાતો જોવા મળ્યો છે. જ્યારે નોંધનીય બાબત એ છે કે, ઓગસ્ટ 2025માં બોડેલીને નગરપાલિકાનો દરજ્જો અપાયો. હતો,
આવનારી ચૂંટણીને લઈને વહીવટી તંત્રે સુયોગ્ય આયોજન સાથે ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરાઈ હતી.
