દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: ડાંગના સુબિરમાં 5 ઇંચથી વધુ અને ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ડાંગના સુબિરમાં 5.16 ઇંચ, આહવામાં 4.57 ઇંચ અને નવસારીના ચીખલીમાં 3.27 ઇંચ વરસાદ પડ્યો. જાણો તમામ જિલ્લાઓના વરસાદના આંકડા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 06 Jul 2026 12:23 PM (IST)Updated: Mon, 06 Jul 2026 12:23 PM (IST)
south-gujarat-rain-update-dang-subir-5-inch-chikhli-3-inch-rainfall

South Gujarat Rain: દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ડાંગ અને નવસારી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ પ્રદેશમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, જેમાં સુબિર તાલુકામાં 5.16 ઇંચ અને ડાંગ-આહવા તાલુકામાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈ તાલુકામાં 1.93 ઇંચ વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લાની વાત કરીએ તો ચીખલીમાં 3.27 ઇંચ, ગણદેવીમાં 2.64 ઇંચ અને નવસારી શહેરમાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જલાલપોરમાં 0.83 ઇંચ, ખેરગામમાં 0.67 ઇંચ અને વાંસદામાં 0.55 ઇંચ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં વાપીમાં 2.95 ઇંચ, ઉમરગામમાં 2.72 ઇંચ અને કપરાડામાં 2.09 ઇંચ વરસાદ થયો છે. જ્યારે વલસાડ શહેરમાં 1.18 ઇંચ, નાનાપોંઢામાં 0.79 ઇંચ, પારડીમાં 0.75 ઇંચ અને ધરમપુરમાં 0.35 ઇંચ વરસાદ પડ્યો છે.

તાપી જિલ્લાના ડોલવણમાં 2.76 ઇંચ, વ્યારામાં 2.48 ઇંચ અને વાલોડમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે. સોનગઢમાં 0.87 ઇંચ અને ઉકાઈમાં 0.71 ઇંચ વરસાદ રહ્યો છે.

સુરત જિલ્લામાં અંબિકા વિસ્તારમાં 2.09 ઇંચ અને ઓલપાડમાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં 1.34 ઇંચ, બારડોલીમાં 1.18 ઇંચ અને મહુવામાં 0.87 ઇંચ વરસાદ થયો છે. સુરત શહેરમાં 0.35 ઇંચ, ચોર્યાસીમાં 0.20 ઇંચ, માંડવીમાં 0.16 ઇંચ અને આરેઠમાં 0.12 ઇંચ વરસાદ પડ્યો છે.

નર્મદા અને ભરૂચ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 0.63 ઇંચ અને ગરુડેશ્વરમાં 0.12 ઇંચ વરસાદ રહ્યો છે. ભરૂચના ઝઘડિયા અને જંબુસરમાં 0.12 ઇંચ, આમોદમાં 0.08 ઇંચ અને વાલિયામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.