દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Apr 2026 08:30 PM (IST)Updated: Fri 10 Apr 2026 08:30 PM (IST)
devbhoomi-dwarka-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-725726

Devbhoomi Dwarka District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 3.89 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
11-બજાણા8666820516871
22-બરડીયા9232863317865
33-ભાડથર8876814717023
4૪-ભાટીયા10880991920799
5૫-ભોગાત112911033321624
66-ચારબારા9772860518377
77-ધરમપુર5667518810855
8૮-ધતુરીયા8998843617434
9૯-ઢેબર8463773916202
1010-હર્ષદપુર9827883018657
1111-કલ્યાણપુર9188848317671
12૧૨-લાંબા8921787716798
1313-મીઠાપુર6531603612567
14૧૪-મોટા કાલાવડ10627993420561
15૧૫-નંદાણા10960984120801
16૧૬-રાણ9907867118578
17૧૭-સણખલા10549991220461
1818-શક્તિનગર8550801716567
19૧૯-વાડીનાર7469714814617
20૨૦-વડત્રા9715888518600
2121-વરવાળા7818740815226
22૨૨-વેરાડ112051025921464

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Devbhoomi Dwarka District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામઆમ આદમી પાર્ટી
11-બજાણાધરનતભાઈ ચાવડા
33-ભાડથરમકવાણા મનીષાબેન વિનોદભાઈ
5૫-ભોગાતચાવડા કવીબેન પરબતભાઈ
77-ધરમપુરડાયાભાઈ ધરમશીભાઈ ચોપડા
9૯-ઢેબરપુષ્પાબેન દીલીપભાઈ પીપરોતર
12૧૨-લાંબારામદતી પ્રભાબેન ગંગાગર
1313-મીઠાપુરઅમરસંગ રવાભા હાથલ
14૧૪-મોટા કાલાવડલીલુબેન રબારી
15૧૫-નંદાણાઆંબલિયા રૂધાભાઈ
16૧૬-રાણપરમાર કસ્તુરબેન
17૧૭-સણખલાસોભનાબેન દીપકભાઈ નનેરા
22૨૨-વેરાડભાટિયા રામશીભાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026