169%ના દરે ડિવિડન્ડ! ગુરાબિની બ્રાન્ડે કરી કમાલ, મુખ્યમંત્રીને સોંપ્યો કરોડોનો ચેક!

ગુજરાત રાજ્ય બીજ નિગમે વર્ષ 2024-25 માટે 169 ટકાના દરે રૂ. 6.33 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 06 Aug 2026 06:00 AM (IST)Updated: Thu, 06 Aug 2026 06:00 AM (IST)
dividend-at-a-rate-of-169-the-gurabini-brand-works-wonders-hands-over-a-cheque-worth-crores-to-the-chief-minister

Gujarat State Seeds Corporation: રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ પૂરા પાડતી સંસ્થા ગુજરાત રાજ્ય બીજ નિગમે (ગુરાબિની) ફરી એકવાર સિદ્ધિ હાસિલ કરી છે. વર્ષ 2024-25ના નાણાકીય વર્ષ માટે 169 ટકાના વિક્રમી દરે રૂ. 6.33 કરોડના ડિવિડન્ડનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ આ ચેક સત્તાવાર રીતે મુખ્યમંત્રીશ્રીને સોંપ્યો હતો.

સ્થાપનાથી અત્યાર સુધીમાં રૂ. 42.82 કરોડનું ડિવિડન્ડ

ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં તેણે સતત નફાકારક કામગીરી દર્શાવી છે. નિગમે અત્યાર સુધીમાં રાજ્ય સરકારને કુલ રૂ. 42.82 કરોડનું ડિવિડન્ડ ચૂકવીને સરકારી સાહસો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

naidunia_image

'ગુરાબિની' બ્રાન્ડની સફળતાની અવિરત સફર

'ગુરાબિની' બ્રાન્ડ હેઠળ ઉપલબ્ધ બિયારણોની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ વ્યાપક પ્રમાણમાં છે. નિગમની શરૂઆતના દિવસોમાં માત્ર 1,070 ક્વિન્ટલ ઉત્પાદન અને 835 ક્વિન્ટલ વિતરણથી પ્રારંભ થયો હતો. જે વધીને વર્ષ 2024-25માં 3 લાખ 34 હજાર 739 ક્વિન્ટલ ઉત્પાદન અને વિતરણ સુધી પહોંચ્યો છે, જે ખેડૂતોના અખૂટ વિશ્વાસની પ્રતીતિ કરાવે છે.

બિયારણ ઉત્પાદન અને વિતરણમાં હિસ્સો

રાજ્યમાં પ્રમાણિત બીજની કુલ જરૂરિયાત સામે ગુજરાત રાજ્ય બીજ નિગમનું યોગદાન નીચે મુજબ રહ્યું છે:

મસાલા પાક: 30 ટકા હિસ્સો

ધાન્ય પાક: 19 ટકા હિસ્સો

કઠોળ પાક: 14 ટકા હિસ્સો

તેલીબિયા પાક: 10 ટકા હિસ્સો

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

naidunia_image

ગાંધીનગર ખાતે યોજાયેલા આ ચેક અર્પણ કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીના, નિગમના મેનેજિંગ ડિરેક્ટર રાજપૂત તેમજ કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.