Gandhinagar News:ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સુશાસનને વધુ વેગ આપવા GPCB દ્વારા બોટાદ અને બામણબોર વિસ્તારના પ્રાદેશિક પુનર્ગઠનનો મહત્વનો નિર્ણય

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 11:37 PM (IST)Updated: Thu, 06 Aug 2026 11:37 PM (IST)
gpcb-takes-important-decision-to-regionalize-botad-and-bamanbor-areas-to-further-boost-industrial-development-and-environmental-governance

Gandhinagar News:ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન
પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં આ નવા સુધારા અંતર્ગત ભૌગોલિક અનુકૂળતાને ધ્યાને રાખીને બોટાદ જિલ્લા અને બામણબોર ઔદ્યોગિક વિસ્તારની GPCB પ્રાદેશિક કચેરીઓમાં મોટો સાનુકૂળ ફેરફાર કરવામાં આવ્યો છે.

બામણબોર GIDC અને આસપાસના વિસ્તારોનું રાજકોટ પ્રાદેશિક કચેરીમાં તબદીલી

વહીવટી અને મહેસૂલી સીમાઓ વચ્ચે સુસંગતતા લાવવા માટે બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને સુરેન્દ્રનગર કચેરીમાંથી મુક્ત કરી રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યા છે.

અંતર અને સમયમાં મોટો બચાવ:
સુરેન્દ્રનગર કચેરીનું અંતર 84 કિમી હતું, જે હવે રાજકોટ કચેરી હેઠળ આવવાથી ઘટીને માત્ર 29 કિમી એટલે કે 55 કિમીનો ઘટાડો થઈ જશે. આનાથી અધિકારીઓની સ્થળ મુલાકાત અને નિયમિત તપાસ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

એકસમાન ઔદ્યોગિક પટ્ટા આધારિત દેખરેખ:

બામણબોર-રાજકોટ સળંગ ક્લસ્ટર હોવાથી એક જ કચેરી હેઠળ એકસમાન પર્યાવરણીય નિયમન શક્ય બનશે.

કટોકટી અને આપત્તિમાં ત્વરિત પ્રતિસાદ:

કોઈપણ ઔદ્યોગિક દુર્ઘટના કે રાસાયણિક કટોકટીના સમયે રાજકોટની ટીમ મિનિટોમાં સ્થળ પર પહોંચી કામગીરી કરી શકશે.

રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (હિરાસર) ખાતે પર્યાવરણીય વ્યવસ્થાપન:

હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક હોવાથી અતિ મહત્વના મહાનુભાવો (VIPs) ની અવરજવર સમયે ક્ષેત્રીય હવા-ગુણવત્તા અને પર્યાવરણીય દેખરેખ વધુ અસરકારક બનશે.