Gujarat Election 2026: મહાનગરપાલિકા ચૂંટણી માટે AAP ઉમેદવારો જાહેર, સામાન્ય પરિવારના લોકોને મળ્યું સ્થાન

આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકા ચૂંટણી માટે 95 ઉમેદવારોની જાહેરાત કરી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 06 Apr 2026 12:02 PM (IST)Updated: Mon 06 Apr 2026 12:02 PM (IST)
gujarat-aam-aadmi-party-95-candidate-list-for-mahanagar-palika-elections-2026-722643
HIGHLIGHTS
  • ગુજરાત AAP દ્વારા ઉમેદવારો યાદી જાહેર
  • મહાનગરપાલિકા ચૂંટણી માટે 141 ઉમેદવાર

Mahanagar Palika Election AAP Candidate List: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુજરાત આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. 5 એપ્રિલ, રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા માટે 95 ઉમેદવારોની ચોથી યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા 5 એપ્રિલ, રવિવારના રોજ ઉમેદવારોની આ યાદી બહાર પાડવામાં આવી છે. આ નવી યાદીમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાની બેઠકો માટે કુલ 95 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે.

કઈ-કઈ મહાનગરપાલિકાનો થયો સમાવેશ?

આમ આદમી પાર્ટીની આ ચોથી યાદીમાં ગુજરાતના વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓના વોર્ડ માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબના શહેરોનો સમાવેશ થાય છે:

  • નવસારી અને વાપી: નવસારી અને વાપી મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ
  • મહેસાણા અને આણંદ: મહેસાણા તેમજ આણંદ (કરમસદ) ના ઉમેદવારો.
  • વડોદરા અને અમદાવાદ: મધ્ય ગુજરાતમાંથી વડોદરા-અમદાવાદ મનપાના વોર્ડ
  • સૌરાષ્ટ્ર-કચ્છ: રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને ગાંધીધામ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

સામાન્ય પરિવારો અને યુવાનોને પ્રાધાન્ય

આમ આદમી પાર્ટીએ સામાન્ય પરિવારના લોકોને રાજકારણમાં વિશેષ સ્થાન આપ્યું છે. AAP દ્વારા જાહેર કરાયેલી આ ચોથી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી આવતા યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતાના ઉમેદવારોની જાહેરાત કરતા પાર્ટીએ દાવો કર્યો છે કે AAP એક મજબૂત વિકલ્પ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇતિહાસ લખાશે.

આગામી 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા સઘન તૈયારીઓ સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારોને આમ આદમી પાર્ટીના નેતૃત્વ દ્વારા આગામી ચૂંટણી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.