UpdatedIST

LIVE BLOG

Gujarat Budget 2026 Live: ગુજરાતનું 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ જાહેર, અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે

નાણા મંત્રી કનુ દેસાઈ આજે જે બજેટ રજૂ કરશે તેમાં મુખ્ય કેન્દ્ર બિંદુ કોમનવેલ્થ ગેમ્સ અને આગામી બે-ત્રણ મહિનામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહેશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 18 Feb 2026 10:44 AM (IST)Updated: Wed 18 Feb 2026 02:49 PM (IST)
gujarat-budget-2026-27-live-news-updates-finance-minister-kanubhai-desai-speech-major-announcements-and-highlights-694126

Gujarat Budget 2026 Live Updates (ગુજરાત બજેટ): રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા ગુજરાતનું 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ જાહેર કરાયું છે. બજેટ રજૂ કરતા તેમણે જણાવ્યું, ​​આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૭૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

18-Feb-2026, 02:47:19 PMક્લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ ₹૪૨૯ કરોડની જોગવાઇ

ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્‍ચ કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે.

  • સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹૨૭૮ કરોડની જોગવાઇ.
  • બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા ₹૧૬ કરોડની જોગવાઇ.
  • ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૨ કરોડની જોગવાઇ.
  • રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા ₹૯ કરોડની જોગવાઇ.
  • ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં ૧૨૦૦ સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹૭ કરોડની જોગવાઇ.
  • ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે ₹૫ કરોડની જોગવાઇ.
  • રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ/વિન્ડ/હાઈબ્રીડ સિસ્ટમ માટે IOT આધારિત મોનિટરિંગ વ્યવસ્થા માટેનું આયોજન.

18-Feb-2026, 02:46:59 PMવન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૩૫૬૦ કરોડની જોગવાઇ

કચ્છના બન્ની પ્રદેશમાં આવેલ છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે. આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્થળોની સંખ્યા વધીને પાંચ થઇ છે. વધુમાં, વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે.

  • વન વિસ્તાર બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા ₹૭૫૦ કરોડની જોગવાઇ.
  • વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹૬૬૭ કરોડની જોગવાઇ. વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹૪૬૯ કરોડની જોગવાઇ.
  • વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ.
  • વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹૨૫૮ કરોડની જોગવાઇ.
  • જિલ્લા અને તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા ₹૧૦૨ કરોડની જોગવાઇ.
  • ૧૦ નવીન ઘાસ ગોડાઉન બાંધકામ અને કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹૬૮ કરોડની જોગવાઇ.
  • સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા ₹૫૦ કરોડની જોગવાઇ.
  • તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્‍ટર બનાવવા અને ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા ₹૪૦ કરોડની જોગવાઇ.
  • નદીઓના બન્ને કાંઠે સઘન વાવેતર થકી રીવરાઇન લેન્‍ડસ્કેપ રીસ્ટોરેશન એન્‍ડ ડેવલપમેન્‍ટ તેમજ ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ ₹૩૨ કરોડની જોગવાઇ.
  • હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે એગ્રો ફોરેસ્ટ્રી તેમજ હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે ₹૨૬ કરોડની જોગવાઇ.
  • ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારને “વન કવચ” હેઠળ સુશોભિત કરી હરિયાળુ બનાવવા ₹૨૫ કરોડની જોગવાઇ.
  • ઇકો ટુરિઝમ અને દરિયાઇ પર્યટન વિકસાવવા તેમજ આઇલેન્‍ડ વિકસાવવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારમાં કૌશલ્ય વર્ધનથી વનવાસીઓની રોજગારીમાં સુધારો કરવા ₹૧૦ કરોડની જોગવાઇ. આહવા ખાતે વન વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના કરવા અને અંબાજી ખાતે લોગ હટ બનાવવા ₹૮ કરોડની જોગવાઇ. અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવા ₹૭ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:45:53 PMઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૪૮૪૨ કરોડની જોગવાઇ

  • કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ ૧૭ હજાર ૨૪૯ ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ ૨૦ લાખ ૮૫ હજાર વીજગ્રાહકો પૈકી ૧૭ હજાર ૫૨ ગામોમાં ૧૯ લાખ ૯ હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે.
  • આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹૧૧૬૬ કરોડની જોગવાઇ.
  • ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ.
  • સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
  • આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ₹૨૦૧ કરોડની જોગવાઇ.
  • પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ હયાત ટ્રાન્‍સમીશન લાઇન અને સંલગ્ન વીજમાળખાનું શિફટીંગ કરવા માટે ₹૧૨૫ કરોડની જોગવાઇ.
  • ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુ ગ્રીન અને વીજસલામત ઝોન વિકસિત કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
  • ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે “સર્જન યોજના” અંતર્ગત ₹૨૫ કરોડની જોગવાઇ.
  • વીજ સલામતી પ્રત્યે જન જાગૃતિ કેળવી અકસ્માત નિવારણ તથા વીજ કર્મચારીની વ્યક્તિગત સુરક્ષા માટે સાધનોની ખરીદી હેતુ ₹૭ કરોડની જોગવાઇ.
  • ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાના હેતુસર એનર્જી ઇનોવેશન ફંડ માટે ₹૫ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:45:33 PMમાહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૪૫૨ કરોડની જોગવાઇ

  • ગુણવત્તા સમન્‍વિત પ્રોત્સાહન નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા ₹૨૩ કરોડની જોગવાઇ.
  • રાજ્યના રાજકીય-સામાજિક ઈતિહાસને દર્શાવતા અખબારો અને પુસ્તકોના ડિજિટાઈઝેશન માટે જોગવાઇ.
  • અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય મથકોએ ઝડપથી સમાચાર મોકલી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે મોબાઇલ જર્નાલિઝમ (MOJO) કીટ પૂરી પાડવામાં આવશે.

18-Feb-2026, 02:45:22 PMકાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઇ

  • દરેક વ્યકિતને સરળતાથી સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા અમારી સરકાર કાર્યરત છે.
  • વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹૩૨૪ કરોડની જોગવાઇ.
  • ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે ₹૨૨૫ કરોડની જોગવાઇ.
  • હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે ₹૨૨ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:44:38 PMગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ

  • પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ₹૧૫૭૧ કરોડની જોગવાઇ.
  • રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા ₹૧૩૬ કરોડની જોગવાઇ.
  • DIAL ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩ હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ. Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
  • આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા ૫૦ Special Operational Vehicle ખરીદવા ₹૯ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:44:25 PMમહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૫૫૨ કરોડની જોગવાઇ

  • કુદરતી આફતો સામે રાહત આપવા ₹૨૧૪૫ કરોડની જોગવાઇ.
  • સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને ૫૧ તાલુકાઓમાં અંદાજિત પ૬૨ મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ₹૨૪૦ કરોડની જોગવાઇ.
  • વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.

18-Feb-2026, 02:44:12 PMસામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૨૯૧૦ કરોડની જોગવાઇ

  • ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹૨૧૦૨ કરોડની જોગવાઇ.
  • અટલ સ્વાન્‍ત: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા ₹૭ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:43:15 PMકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૪૦૨૨ કરોડની જોગવાઇ

પાક કૃષિ વ્યવસ્થા

  • ખેડૂતોને વીજ સહાય આપવા ₹૯૩૨૪ કરોડની જોગવાઇ.
  • સૂક્ષ્મ સિંચાઇ માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.
  • કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ. કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે ₹૭૬૫ કરોડની જોગવાઇ.
  • નાના ગોડાઉન બનાવવા “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત અંદાજિત ૧૫ હજાર ૪૩૬ ખેડૂતોને ₹૧ લાખ સહાય આપવા ₹૧૫૪ કરોડની જોગવાઇ.
  • ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં ₹૪ લાખ સુધીનું વીમા રક્ષણ આપવા ₹૧૪૬ કરોડની જોગવાઇ.
  • અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા ₹૭૭ કરોડની જોગવાઇ.
  • ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
  • ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ (૬) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા ₹૧૨ કરોડની જોગવાઇ. જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા ₹૧૦ કરોડની જોગવાઇ.
  • બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૭૯૮ કરોડની જોગવાઇ.
  • ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા ₹૩૦ કરોડની જોગવાઇ.
  • રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે ₹૧૨ કરોડની જોગવાઇ.
  • રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે ₹૧૦૬૩ કરોડની જોગવાઇ.
  • પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹૩૯૨ કરોડની જોગવાઇ.
  • “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ.
  • કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹૪૨૪ કરોડની જોગવાઇ.
  • ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ ૧ લાખ ૫૩ હજાર લાભાર્થીઓ આવરી લેવા ₹૬૧ કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ₹૫૬ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ₹૫૨ કરોડની જોગવાઇ.
  • દરેક જિલ્લાની "પશુ કલ્યાણ સમિતિ"ને સહાય માટે ₹૩૪ કરોડની જોગવાઇ.
  • મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે ₹૩૨ કરોડની જોગવાઇ.
  • કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે ₹૧૮ કરોડની જોગવાઇ.
  • ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા ₹૧૬ કરોડની જોગવાઇ.
  • સેક્સ્‍ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે ₹૧૩ કરોડની જોગવાઇ.
  • પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત કરવા ₹૧૩ કરોડની જોગવાઇ. મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા ₹૧૨ કરોડની જોગવાઇ.
  • પાડી-વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા ₹૧૨ કરોડની જોગવાઇ.
  • બકરા એકમ સહાય માટે કુલ ₹૧૧ કરોડની જોગવાઇ.
  • પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા Rapid Test Kit માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
  • કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા-ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે ₹૯ કરોડની જોગવાઇ.
  • દુધાળાં પશુના વીમાનાં પ્રીમિયમ પર સહાય માટે ₹૬ કરોડની જોગવાઇ.
  • કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા જોગવાઇ.
  • સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવા જોગવાઇ.
  • પશુપાલકોને પશુમાં IVFથી ગર્ભધારણ માટેની સહાય આપવા જોગવાઇ.
  • ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, મોનોસેક્સ તીલાપીયા હેચરીની સ્થાપના માટેનું આયોજન.
  • રાજ્યના નોટિફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૧ કરોડની જોગવાઇ.
  • માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી મત્સ્યસંપદા તળે લાભાર્થીલક્ષી યોજના માટે ₹૧૨૮ કરોડની જોગવાઇ.
  • ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ માટે ₹૧૧૫ કરોડની જોગવાઇ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ માટે ₹૧૧૨ કરોડની જોગવાઇ.
  • દરિયાઇ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે ₹૧૦૭ કરોડની જોગવાઇ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે તથા ભાંભરા પાણીમાં ફીશ કેજ કલ્ચર કરતા મત્સ્ય ખેડૂતોને ઈનપુટ સહાય માટે ₹૫૧ કરોડની જોગવાઇ.
  • દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ટ્રોલર/ડોલનેટર/ગીલનેટર બોટોને માછીમારી જાળ અને હુક એન્‍ડ લાઇન ઉપર સહાય પેટે ₹૪૦ કરોડની જોગવાઇ.
  • ડીપ-સી ફીશીંગ વેસલ્સ ઉપર સહાય માટે ₹૧૫ કરોડની જોગવાઇ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
  • મત્સ્યોદ્યોગ કાયદાના અમલીકરણ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટે જોગવાઇ.
  • સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹૩ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹૧૫૩૯ કરોડની જોગવાઇ.
  • ગોડાઉન નિર્માણ યોજના અંતર્ગત મંડળીઓ અને સંધોને સહાય માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
  • પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સહાય આપવા ₹૨૧ કરોડની જોગવાઇ.
  • ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા ‘સાકર’ યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે કુલ ₹૨૦ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:40:51 PMઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૧૩૯૪૨ કરોડની જોગવાઇ

પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹૩૦૯૦ કરોડની જોગવાઇ

  • પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹૫૫૦ કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
  • પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹૯૫ કરોડની જોગવાઇ.
  • નાના શહેરો/આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹૭૮ કરોડની જોગવાઇ.
  • વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
  • ભારત સરકારના "ઉડે દેશ કા આમ નાગરીક” (ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા ₹૨૦ કરોડની જોગવાઇ.
  • આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર ખાતે મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા માઁ નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા ₹૨૦ કરોડની જોગવાઇ.
  • લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા અર્થે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ માટે જોગવાઇ.
  • ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્‍પેઇન માટેનું આયોજન.
  • આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે, માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી મહોત્સવ અને શબરી ધામ શ્રી રામ શબરી મિલન મહોત્સવ ઉજવવા તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટે જોગવાઇ.
ઉદ્યોગ અને ખાણ માટે ₹૯૮૭૩ કરોડની જોગવાઇ
  • ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹૨૭૫૫ કરોડની જોગવાઇ.
  • આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્‍સ ટુ MSME માટે ₹૧૭૭૫ કરોડની જોગવાઇ.
  • ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્‍ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹૧૮૨ કરોડની જોગવાઇ.
  • ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹૫૫ કરોડની જોગવાઇ.
  • ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત ₹૫૫ કરોડની જોગવાઇ.
  • દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
  • અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹૫૦ કરોડનું આયોજન.
  • ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹૩૦ કરોડની જોગવાઇ.
  • ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)ની સ્થાપના કરવાનું આયોજન.
કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹૯૭૯ કરોડની જોગવાઇ
  • "વાજપાઈ બેંકેબલ યોજના" હેઠળ સબસિડી સહાય માટે ₹૪૯૪ કરોડની જોગવાઇ.
  • ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹૫૭ કરોડની જોગવાઇ.
  • One District One Product(ODOP) ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
  • કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.

18-Feb-2026, 02:36:47 PMવિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૬૩૪ કરોડની જોગવાઇ

  • ગુજરાત સેમીકન્‍ડક્ટર પોલિસી હેઠળ ₹૧૧૦૦ કરોડની જોગવાઇ
  • ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત સહાય માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
  • ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
  • ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત કરવા ગુજરાત ફ્યુચર ટેકનોલોજીસ ઇનિશીયેટીવ અંતર્ગત ₹૩૦ કરોડની જોગવાઇ.
  • ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ડેડીકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
  • પોરબંદર ખાતે રીજનલ સાયન્‍સ સેન્‍ટરની સ્થાપના માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને આકર્ષવા માટે GCC (Global Capability Centre) પોલિસી માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
  • નવીનતા આધારિત સંશોધન, સ્થિરતા અને રોજગાર સર્જન દ્વારા હાઈ-પરફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા BioE3 સેલની સ્થાપના કરવામાં આવશે.
  • વાવ-થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના કરવામાં આવશે.

18-Feb-2026, 02:35:57 PMબંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૩૧૪ કરોડની જોગવાઇ

વાહન વ્યવહાર

  • જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી ૨૯૬૩ જેટલી નવી બસો માટે ₹૧૨૮૬ કરોડની જોગવાઇ.
  • બાળકો અને સગીરોમાં ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગેની સમજ કેળવાય તે હેતુથી ટ્રાફિક ચિલ્‍ડ્રન પાર્ક વિકસાવવા ₹૨૫ કરોડની જોગવાઇ.
  • ઝડપી અને પારદર્શી વહીવટ માટે E-Governance હેઠળ ₹૧૫ કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં વાહન તથા લાયસન્‍સ સંબંધિત પ્રિમિયમ અને એક્સપ્રેસ સેવાઓ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા ખાતે પૂરી પાડવા પ્રાયોગિક ધોરણે આયોજન છે.
બંદરો પ્રભાગ
  • વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી, ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા ૬૦૦ મિલિયન મેટ્રિક ટનથી ૨૦૪૭ સુધીમાં ૩૦૦૦ મિલિયન મેટ્રિક ટન સુધી વધારવાનું આયોજન છે.
  • ઇન્‍સેન્‍ટીવ અન્‍ડર શીપ બિલ્ડિંગ પોલિસી હેઠળ રાજ્યની શીપ બિલ્ડિંગ ક્ષમતા વધારવા જોગવાઇ.

18-Feb-2026, 02:34:41 PMનર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫૯૬૦ કરોડની જોગવાઇ

જળસંપત્તિ પ્રભાગ માટે ₹૧૩૯૪૪ કરોડની જોગવાઇ

  • દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ₹૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ₹૧૩૩૩ કરોડ એમ કુલ ₹૩૦૪૩ કરોડની જોગવાઇ.
  • હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹૧૪૨૦ કરોડની જોગવાઇ.
  • ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ₹૮૯૬ કરોડની જોગવાઇ.
  • ડેમ સેફ્ટી માટે ₹૬૯૩ કરોડની જોગવાઇ.
  • સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ₹૬૨૪ કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વિસ્તારમાં ઉદ્‍વહન સિંચાઇ યોજના માટે ₹૪૮૫ કરોડની જોગવાઇ.
  • ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર ૪૩ મોટા ચેકડેમો/વીયર બાંધકામથી ૨૧૦૫ હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
  • વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્‍વહન સિંચાઈ યોજના દ્વારા ૩૫ ગામોના ૧૬૨૩૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ₹૮૫ કરોડની જોગવાઇ.
  • છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્‍વહન સિંચાઈ યોજનાથી ૧૮ તાલુકાના ૫૧૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે.
  • સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹૧૭૦૦ કરોડની જોગવાઇ. સરદાર સરોવર યોજના માટે કુલ ₹૩૩૧૭ કરોડની જોગવાઇ
  • અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ₹૬૦૦ કરોડની જોગવાઇ.
  • સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા SIR વિસ્તારને પાઇપલાઇન દ્વારા ૧૦૦ MLD પાણી પૂરું પાડવા માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
  • કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ₹૨૩૦ કરોડની જોગવાઇ.
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્‍વહન પાઈપ પ્રોજેક્ટ માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૯૮૪ કરોડની જોગવાઇ
  • લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરે છે.
  • ધોલેરા Special Investment Regionને પાણીનો પ્રવાહ અવિતરપણે મળી રહે તે માટે નવીન ૧૦૦ એમ.એલ.ડી બલ્ક પાઇપલાઇન નેટવર્ક માટે ₹૬૫૦ કરોડના કામોનું આયોજન.
  • આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૬૫૧ ગામોને આવરી લેતી ૨૬ જૂથ યોજનાઓ માટે ₹૨૮૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જેમાં મુખ્યત્વે,
  • આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત ૨૪૦ ગામો માટેની સુધારણા યોજના માટે ₹૩૪૬ કરોડના કામો માટે જોગવાઇ.
  • બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹૧૫૩ કરોડના કામો પ્રગતિ હેઠળ.
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જેમાં,
  • અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે ₹૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
  • સામાન્ય વિસ્તાર તેમજ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામોમાં પાણી વેરાની મહત્તમ વસુલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ₹૬૩ કરોડની જોગવાઇ.
  • પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૫ નવીન લેબોરેટરીની સ્થાપના માટે ₹૧૫ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:31:52 PMપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૪૮૫૮ કરોડની જોગવાઇ

ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૫૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં આશરે ૧ લાખ ૬૦ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.

  • “ગુજરાત સ્વચ્છ ગામ”, “સ્વસ્થ ગામ યોજના”, “મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન” તથા “નિર્મળ ગુજરાત ૨.૦”ને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” હેઠળ ₹૬૫૦ કરોડની જોગવાઇ.
  • સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ ₹૨૬૭ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • ગ્રામ્ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ ₹૬૦ કરોડની જોગવાઇ.
  • પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ₹૫૦ કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ ₹૧૭૫૫ કરોડની જોગવાઇ.
  • વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન(ગ્રામીણ) (VB-G RAM G) અંતર્ગત કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન.
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ ૨.૦ હેઠળ ₹૧૨૨ કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) ₹૯૦ કરોડની જોગવાઇ.
  • ૪૦૦ ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
  • મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પુરું પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.
  • સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળી રહે તે માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
  • સ્વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે કાયમી સ્થળ મળી રહે તે માટે "ગ્રામ હાટ" સ્થાપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
  • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં ₹૨ લાખનો વધારો કરવા ₹૧૦ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:28:07 PMશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૩૫૦૪ કરોડની જોગવાઇ

રાજ્યની લગભગ ૪૮%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.

  • શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ.
  • શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹૩૩૫૪ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹૨૨૧૭ કરોડની જોગવાઇ.
  • અમૃત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹૧૯૦૦ કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹૧૪૨૦ કરોડની જોગવાઇ.
  • શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹૧૩૭૬ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.
  • સ્વચ્છ ભારત મિશન(અર્બન) ૨.૦, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ૨.૦ માટે કુલ ₹૫૭૭ કરોડની જોગવાઇ.
  • શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
  • ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત ૨.૦ અને પિન્‍ક ટોઇલેટ માટે કુલ ₹૩૨૯ કરોડની જોગવાઇ.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૨૩૬ કરોડની જોગવાઇ.
  • શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્‍ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્ટમ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • ૧૨ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ.
  • ગાંધીનગર ખાતે નમો સેન્‍ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ ₹૧૫૦ કરોડની જોગવાઇ.
  • દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
  • રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹૧૫૦ કરોડની જોગવાઇ.
  • લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ ₹૧૪૭ કરોડની જોગવાઇ.
  • ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્‍જ ફંડ હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ. સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
  • કેચ ધ રેઇન યોજના માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
  • અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે ₹૭૫ કરોડની જોગવાઇ.
  • ૨૪ નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા ₹૫૦ કરોડની જોગવાઇ.
  • અફોર્ડેબલ રેન્‍ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ₹૫૦ કરોડની જોગવાઇ.
  • ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
  • નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે ₹૪૫ કરોડની જોગવાઇ.
  • ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૪૫ કરોડની જોગવાઇ.
  • PM ઈ-બસ યોજના માટે ₹૪૦ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:27:24 PMમાર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૯૭૦૯ કરોડની જોગવાઇ

રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.

  • રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹૧૦૦૦૮ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૬૦૦ કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹૯૫૦ કરોડની જોગવાઇ.
  • અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹૧૬૩૩ કરોડની જોગવાઇ.
  • ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹૭૭૪ કરોડની જોગવાઇ.
  • ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹૩૧૨ કરોડની જોગવાઇ.
  • વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
  • વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા ૧૭ તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.
  • મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
  • વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹૩૨ કરોડની જોગવાઇ.
  • GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
  • સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
  • સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
  • ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
  • રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
  • કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.

18-Feb-2026, 02:25:59 PMરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૨૦૦૬ કરોડની જોગવાઇ

રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા તથા યુવાનો અને રમતવીરોને પ્રોત્સાહન આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે અને તેમની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તેવા આયોજનો અમારી સરકારે સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. રમતગમત ક્ષેત્રે ₹૧૩૩૧ કરોડની જોગવાઇ

  • અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
  • વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૬૫ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૧૦૧ કરોડની જોગવાઇ.
  • કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹૨૨૬ કરોડની જોગવાઇ
  • રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે ₹૫ કરોડની જોગવાઇ.
ગ્રંથાલયો માટે ₹૧૮૨ કરોડની જોગવાઇ
  • જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે ₹૧૨૮ કરોડની જોગવાઇ.
  • ૪ સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે.
  • નવરચિત ૧૭ તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી
  • ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ₹૮ કરોડની જોગવાઇ.
  • નિયામક, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે ₹૩ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:22:16 PMઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૮૫૬ કરોડની જોગવાઇ

  • ૭૫ લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹૮૪૨ કરોડની જોગવાઇ. NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹૭૦૦ કરોડની જોગવાઇ.
  • “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹૪૨૫ કરોડની જોગવાઇ.
  • રાજ્યના ૮ લાખ અંત્યોદય તથા ૨૪ લાખ બીપીએલ એમ મળી કુલ ૩૨ લાખ લાભાર્થી કુટુંબોને દર માસે રાહતદરે ખાંડના વિતરણ માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ.
  • NFSA તથા NON-NFSA હેઠળનાં BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબ દીઠ ₹૧૦૦ પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલના વિતરણ માટે ₹૧૧૭ કરોડની જોગવાઇ.
  • વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતાં કમિશનમાં વધારો કરીને ₹૧૮૫ પ્રતિ ક્વિન્‍ટલ કરવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.
  • ૭૫ લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું ₹૧ પ્રતિ કિ.ગ્રા.ના અત્યંત રાહતદરે વિતરણ માટે ₹૫૯ કરોડની જોગવાઇ.
  • શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ.
  • કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે કુલ ૬૭ જેટલા વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹૨૮ કરોડની જોગવાઇ.
  • NFSA લાભાર્થીઓને અન્ન પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા દિઠ એક વાજબી ભાવની દુકાન પર પ્રાયોગિક ધોરણે “Automatic Grain Dispensing Machine-અન્નપૂર્તિ” કાર્યરત કરવા માટેનું આયોજન.

18-Feb-2026, 02:21:15 PMમહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૯૦ કરોડની જોગવાઇ

GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે.

  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ.
  • આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ.
  • પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા ₹૯૭૨ કરોડની જોગવાઇ.
  • પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા ₹૩૬૨ કરોડની જોગવાઇ.
  • બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૨૮૪ કરોડની જોગવાઇ.
  • વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૪૫ કરોડની જોગવાઇ.
  • દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા ₹૨૦૫ કરોડની જોગવાઇ.
  • પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની દવા આપવા માટે ₹૮૭ કરોડની જોગવાઇ.
  • “પોષણ સંગમ કાર્યક્રમ" માટે ₹૧૬ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:15:51 PMઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૫૪૦૩ કરોડની જોગવાઇ

આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે.

  • પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને ₹૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ.
  • G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૮૫૧ કરોડની જોગવાઇ.
  • આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૫૦૨ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
  • સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹૧૮૬ કરોડની જોગવાઇ.
  • યુ.એન.મહેતા ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹૧૬૭ કરોડની જોગવાઇ.
  • ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્‍સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹૧૫૩ કરોડની જોગવાઇ.
  • પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
  • છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹૬૦ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્‍સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹૫૮ કરોડની જોગવાઇ.
  • નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹૫૩ કરોડની જોગવાઇ.
  • સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૪૧ કરોડની જોગવાઇ.
  • જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹૩૬ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹૩૫ કરોડની જોગવાઇ.
  • ટી.બી.ના દર્દીઓને "Ready to Eat Nutritious snacks" આપવા ₹૩૦ કરોડની જોગવાઇ.
  • વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹૨૮ કરોડની જોગવાઇ.
  • જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹૨૬ કરોડની જોગવાઇ.
  • “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ" યોજના માટે ₹૨૨ કરોડની જોગવાઇ.
  • ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹૧૭ કરોડની જોગવાઇ.
  • માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા ૨૫૦ ખિલખિલાટ વાન ખરીદવા ₹૧૬ કરોડની જોગવાઇ.
  • સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.

18-Feb-2026, 02:15:22 PMઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૦૦ કરોડની જોગવાઇ.
  • ૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા ₹૧૨૬ કરોડની જોગવાઇ.
  • સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ₹૯૬ કરોડની જોગવાઇ.
  • i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
  • સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.
  • એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.
  • એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.
  • ઉચ્ચ શિક્ષણની ૧૩૬ સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામત, જાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ ₹૪૬ કરોડની જોગવાઇ.
  • સ્ટુડન્‍ટ સ્ટાર્ટઅપ એન્‍ડ ઇનોવેશન પોલિસી ૨.૦ માટે ₹૪૫ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા ₹૪૫ કરોડની જોગવાઇ.
  • કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત ૨ લાખ ૧૨ હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા ₹૪૩ કરોડની જોગવાઇ.
  • એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે ₹૩૫ કરોડની જોગવાઇ.
  • રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે ₹૩૧ કરોડની જોગવાઇ.
  • રાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શન, એડવાન્સ મટીરિયલ સેન્ટર, સેમી કન્ડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા ₹૨૮ કરોડની જોગવાઇ.
  • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા ૧૯ લાખ ૮૪ હજાર વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે આયોજન.
  • ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડી Industry-ready બનાવવા માટે જોગવાઇ.
  • ગુજરાત નેવલ યુનિટ, ભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે જોગવાઇ.

18-Feb-2026, 02:14:31 PMશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૯૦૨ કરોડની જોગવાઇ

વિકસિત ગુજરાત@૨૦૪૭ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.

  • નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે ₹૨૨૬ કરોડની જોગવાઇ.
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • પી. એમ. સેતુ યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • શ્રમિક બસેરા યોજના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યની વિવિધ ૧૬ આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે ₹૯૭ કરોડની જોગવાઇ.
  • સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા ₹૮૪ કરોડની જોગવાઇ.
  • વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે ₹૬૪ કરોડની જોગવાઇ.
  • ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹૬૦ કરોડની જોગવાઇ.
  • "નમો કૌશલ્ય લક્ષ્મી યોજના" અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યની તમામ સરકારી ITIના ૧ લાખ ૫૦ હજાર તાલીમાર્થીઓને દર વર્ષે ૨ યુનિફોર્મ માટે DBTથી સહાય કરવા ₹૩૦ કરોડની જોગવાઇ.
  • મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ₹૨૫ કરોડની જોગવાઇ.
  • સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્‍વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે ₹૫ લાખની સહાય આપવા ₹૧૨ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:13:54 PMશિક્ષણ વિભાગ માટે કુલ ₹૬૩૧૮૪ કરોડની જોગવાઇ

અમારી સરકારે "सा विद्या या विमुक्तये"ને ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્‍ફ્રાસ્ટ્રકચર અને વિદ્યાર્થી કેન્‍દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જવા માર્ગ તૈયાર કરેલ છે.

  • મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹૩૦૫૫ કરોડની જોગવાઇ.
  • નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.
  • રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૮૨૭ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹૫૯૮ કરોડની જોગવાઇ.
  • પી.એમ. પોષણ યોજના અંતર્ગત ૭૪ તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹૫૫૨ કરોડની જોગવાઇ.
  • સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે ₹૩૪૨ કરોડની જોગવાઇ.
  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૨૫૦ કરોડની જોગવાઇ.
  • જ્ઞાનશક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.
  • એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.
  • ૩૧ હજાર ૭૯૦ શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા ₹૧૩૫ કરોડની જોગવાઇ.
  • ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ.
  • પ્રાથમિક શાળાના અંદાજે ૫૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૯ કરોડની જોગવાઇ.
  • પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ ૯૨૬ શાળાઓ માટે કુલ ₹૧૧૪ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૧૮ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૨ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹૯૧ કરોડની જોગવાઇ.
  • સરકારી શાળાઓની ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજિત ૯ લાખ ૭૨ હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.
  • પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹૩૨ કરોડની જોગવાઇ.
  • રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે ૧૩૨૮ વિદ્યાર્થીઓને લાભ આપવા ₹૧૮ કરોડની જોગવાઇ.
  • ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.

18-Feb-2026, 02:13:13 PMઆદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ

વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે.

  • અંદાજે ૨ લાખ ૩૫ હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹૯૦૯ કરોડની જોગવાઇ.
  • ૬૬૫ આશ્રમ શાળાઓના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૫૯૫ કરોડની જોગવાઇ.
  • સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૬૭૯ કરોડની જોગવાઇ.
  • ૧૭૬ સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને ૮૯૩ ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ ૧૦૬૯ છાત્રાલયોના ૭૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૩૨૭ કરોડની જોગવાઇ.
  • ૧૦ ઈ.એમ.આર.એસ., ૪૩ જી.એલ.આર.એસ., ૧૨ મોડેલ શાળાઓ તથા ૨ સૈનિક શાળાઓના અંદાજે ૨૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹૨૦૪ કરોડની જોગવાઇ.
  • પ્રિ-મેટ્રિકના કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹૧૩૮ કરોડની જોગવાઇ.
  • ૭૪ આદર્શ નિવાસી શાળાઓના અંદાજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹૧૩૪ કરોડની જોગવાઇ.
  • ધો. ૧ થી ૮ ના અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૯૮ કરોડની જોગવાઇ.
  • નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹૩૪ કરોડની જોગવાઇ.
  • અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹૨૬ કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વ્યકિતઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતિકરણ અને સુદ્રઢિકરણ કરવાનું આયોજન.
  • મુખ્યમંત્રી આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹૧૧૧ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૫ કરોડની જોગવાઇ.
  • કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા ₹૪૦ કરોડની જોગવાઇ.
  • આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
  • રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઇલ કનેક્ટીવીટી સુદ્રઢ કરવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા ₹૨૫ કરોડની જોગવાઇ.
  • યુવક-યુવતીઓને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે ₹૧૨ કરોડની જોગવાઇ.
  • ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • વ્યકિતગત આવાસ યોજના અંતર્ગત ₹૧૪૬ કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશ્યાલિટી/મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ/જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટેની સ્વાસ્થ્ય સહાય યોજના માટે કુલ ₹૨૨ કરોડની જોગવાઇ.
  • કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના માટે ₹૧૪ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 02:12:31 PMસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ

સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ.

  • પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે ૯ લાખ ૭૫ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૬૩૦ કરોડની જોગવાઇ.
  • પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે ૩૬ લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹૬૧૭ કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિના આશરે ૧ લાખ ૪૫ હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના માટે ₹૨૯૬ કરોડની જોગવાઇ.
  • વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ અભ્યાસ અર્થે ૪ ટકાના દરે વ્યક્તિદીઠ ₹૧૫ લાખ સુધીની લોન આપવા ₹૧૩૫ કરોડની જોગવાઇ.
  • સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૫૯ હજાર વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા ₹૭૩ કરોડની જોગવાઇ.
  • ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે ૧ લાખ ૭૦ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૨૪ કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ પૈકી ૦૫ શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે.
  • દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ કુલ ₹૨૪૯ કરોડની જોગવાઇ.
  • નિરાધાર બાળકો માટેની પાલક માતા-પિતા યોજના હેઠળ ₹૮૩ કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગજનોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યના ૩૪ જિલ્લાઓમાં નશામુક્તિ સેન્‍ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા ₹૧૫ કરોડની જોગવાઇ.
  • બૌદ્ધિક અસમર્થતા, ઓટીઝમ દિવ્યાંગતા ક્ષેત્રે ડે-કેર તથા રહેણાકની સુવિધા સાથે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટે ₹૬ કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી લોન યોજનાના તથા દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ ૧૯ હજાર લાભાર્થીઓ માટે ₹૭૯૩ કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને બેન્‍ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬ ટકા સબસિડી આપવા ₹૨૫ કરોડની જોગવાઇ.
  • આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૪ હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹૩૭૫ કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના આશરે ૫૩ હજાર લાભાર્થીઓને મળતી મફત (પોષણ) તબીબી સહાય યોજના અંતર્ગત ₹૧૪૩ કરોડની જોગવાઇ.

18-Feb-2026, 01:43:12 PMગુજરાતનું 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં અમારી સરકાર “અર્નિંગ વેલ-લીવીંગ વેલ” પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૬-૨૭નું ₹૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું (₹૪,૦૮,૦૫૩ કરોડ) વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.

18-Feb-2026, 01:39:50 PMગુજરાતની વેડીંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરાશે

જરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્‍દ્ર બન્યાં છે.  વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ ₹૯૫ કરોડની જોગવાઇ સૂચવું છું. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત(Wed in Gujarat)” કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડીંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.

18-Feb-2026, 01:36:46 PMસોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન' તરીકે વિકસાવવાનું આયોજન

સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે. અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને“વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે.  વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન' તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

18-Feb-2026, 01:35:13 PM૨૦૨૬ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત

​ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨ કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ ૨૦૨૬ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.

18-Feb-2026, 01:33:11 PMઅમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે

ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે. ​આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૭૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

18-Feb-2026, 01:31:28 PMઅંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન

અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે ₹૧૦૦ કરોડનું આયોજન છે.

18-Feb-2026, 01:29:55 PMઅંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે

આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹૬૧૩ કરોડની જોગવાઇ કરું છું.

18-Feb-2026, 01:29:23 PMકડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થપાશે

રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ કરું છું.

18-Feb-2026, 01:25:35 PMITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર

નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ કરું છું. મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે ₹૪૦ કરોડની જોગવાઇ સૂચવું છું.​ વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

18-Feb-2026, 01:23:49 PM દાહોદ અને અરવલ્લી જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું.

18-Feb-2026, 01:20:15 PMનવા i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશે

: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરતા જણાવ્યું, ​અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

18-Feb-2026, 01:18:49 PMનમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે ૨૫૦ કરોડની જોગવાઇ

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધેલ છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯% જેટલો વધારો થયેલ છે. જેના માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું. ​દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્‍સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્‍સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે.

18-Feb-2026, 01:18:08 PMબાલવાટિકાથી ધોરણ-૧૦ સુધીની સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત

​“એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય”ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

18-Feb-2026, 01:17:22 PMવધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે

આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્‍ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹૨૧૬૦માં ₹૩૪૦નો વધારો કરી ₹૨૫૦૦ કરવાની જાહેરાત કરું છું. અત્યાધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.

18-Feb-2026, 01:16:41 PM કુમાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ તેઓની વાર્ષિક આવક મર્યાદા વધારીને ₹૬ લાખ કરવાની જાહેરાત

ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹૨ લાખ ૫૦ હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવાની જાહેરાત કરું છું.

18-Feb-2026, 01:13:47 PMઅત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે

​ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું.

18-Feb-2026, 01:13:14 PM૯૭ લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિમાં ₹૫૯૬૭ કરોડની જોગવાઇ

VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવેલ છે. જેમાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન કરેલ છે. ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓને ₹૫૯૬૭ કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે કરું છું.

18-Feb-2026, 01:11:43 PMનવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરતા જણાવ્યું, બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા 121 કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાંકુલ 154 ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹260 કરોડની જોગવાઇ સૂચવું છું.

18-Feb-2026, 01:07:40 PMકનુ દેસાઇએ રજૂ કર્યું ગુજરાતનું બજેટ

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હાલ તેઓ બજેટ વાંચી રહ્યાં છે. નાણામંત્રી પાંચમી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે.

18-Feb-2026, 12:10:15 PMરાજ્યના નાણામંત્રી વિધાનસભા ગૃહ પહોંચ્યા

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભા ગૃહ પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ બજેટ 2026-27 રજૂ કરશે. જોકે બીજી તરફ ખેડૂતોનું દેવું માફી, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

18-Feb-2026, 11:53:57 AMકોંગ્રેસનું વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન

આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. બજેટ પહેલા વિધાનસભા બહાર રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂતનું દેવું માફી, મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

18-Feb-2026, 11:50:12 AMકનુ દેસાઈ પાંચમી વખત રજૂ કરશે બજેટ

ગુજરાતમાં આગામી બે ત્રણ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહ્યાં છે. ગઇકાલે આખરી મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. તેવામાં વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરવામાં આવનારું છે. તેઓ સતત પાંચમી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. આ બજેટમાં ચૂંટણીલક્ષી મોટી જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે. તેમજ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ સ્પોર્ટ્સ ક્ષેત્રને લગતી મોટી જાહેરાત થઇ શકે છે. આ વખતે બજેટનું કદ 4 લાખ કરોડને આંબી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

18-Feb-2026, 10:48:35 AMસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હશે મુખ્ય કેન્દ્ર બિંદુ

નાણા મંત્રી કનુ દેસાઈ આજે જે બજેટ રજૂ કરશે તેમાં મુખ્ય કેન્દ્ર બિંદુ કોમનવેલ્થ ગેમ્સ અને આગામી બે-ત્રણ મહિનામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહેશે.

18-Feb-2026, 10:45:30 AMનવી નીતિઓ જાહેર થઈ શકે

બજેટમાં નાની ચિપ (Semiconductor) થી લઈને મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા સેમિકન્ડક્ટર, કેમિકલ અને ફાર્મા ક્લસ્ટર માટે નવી નીતિઓ જાહેર થઈ શકે છે.

18-Feb-2026, 10:45:17 AMઆધુનિક રમતગમત સુવિધાઓ અંગે જાહેરાતો થઇ શકે

આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોના આયોજનને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં 6 હજાર ચોરસ મીટરના ફૂટબોલ મેદાન જેવી આધુનિક રમતગમત સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે.

18-Feb-2026, 10:45:02 AMઆધુનિક રમતગમત સુવિધાઓ અંગે જાહેરાતો થઇ શકે

આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોના આયોજનને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં 6 હજાર ચોરસ મીટરના ફૂટબોલ મેદાન જેવી આધુનિક રમતગમત સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે.

18-Feb-2026, 10:44:48 AMલાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે ફંડ ફાળવવામાં આવી શકે

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં મેટ્રો રેલ, રોડ નેટવર્ક અને ‘લાસ્ટ માઈલ કનેક્ટિવિટી’ માટે મોટું ભંડોળ ફાળવવામાં આવી શકે છે. BRTS દ્વારા સેટેલાઇટ ટાઉન્સને જોડવાની યોજના પણ વિચારણા હેઠળ છે.

18-Feb-2026, 10:44:29 AMરોજગારલક્ષી યોજનાઓ પર ભાર મૂકવામાં આવશે

આગામી બે ત્રણ મહિનામાં રાજ્યમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, બજેટમાં જનસામાન્યના વિકાસ અને રોજગારલક્ષી યોજનાઓ પર ભાર મૂકવામાં આવશે. કૃષિ, સિંચાઈ અને પશુપાલન જેવા ગ્રામીણ ક્ષેત્રો માટે પણ મહત્વની જાહેરાતો થવાની સંભાવના છે.