Gujarat Budget 2026-27: ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા સતત 5મી વખત બજેટ રજૂ કરીને વિક્રમ સ્થાપવામાં આવ્યો છે. બજેટ સત્રના ત્રીજા દિવસે નાણાં મંત્રીએ ગુજરાત માટે વર્ષ 2026-27નું 4 લાખ 8 હજાર 53 કરોડ રૂપિયાનું જંગી બજેટ રજૂ કર્યું છે. જેમાં ગ્રામ વિકાસ, શહેરી વિકાસ તેમજ માર્ગ મકાન વિભાગ માટે કેટલીક મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે.
નાણા મંત્રી દ્વારા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ. 14,858 કરોડ, શહેરી વિકાસ માટે રૂ. 33504 કરોડ તેમજ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.29709 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રૂ.14858 કરોડની જોગવાઇ
ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા 3 વર્ષમાં 2 લાખ 52 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં આશરે 1 લાખ 60 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.
- 'ગુજરાત સ્વચ્છ ગામ', 'સ્વસ્થ ગામ યોજના', 'મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન' તથા 'નિર્મળ ગુજરાત 2.0'ને એકીકૃત કરીને 'મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના' હેઠળ રૂ.650 કરોડની જોગવાઇ.
- સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ રૂ.267 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ રૂ.100 કરોડની જોગવાઇ.
- ગ્રામ્ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા 'અટલવાડી' યોજના હેઠળ રૂ.60 કરોડની જોગવાઇ.
- પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રૂ.50 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂ.1755 કરોડની જોગવાઇ.
- વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ) (VB-G RAM G) અંતર્ગત કુલ રૂ.1500 કરોડનું આયોજન.
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ 2.0 હેઠળ રૂ.122 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) રૂ.90 કરોડની જોગવાઇ.
- 400 ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે રૂ.50 કરોડની જોગવાઇ.
- મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પુરું પાડવા રૂ.47 કરોડની જોગવાઇ.
- સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળી રહે તે માટે રૂ.25 કરોડની જોગવાઇ.
- સ્વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે કાયમી સ્થળ મળી રહે તે માટે "ગ્રામ હાટ" સ્થાપવા માટે રૂ.20 કરોડની જોગવાઇ.
- સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં રૂ.2 લાખનો વધારો કરવા રૂ.10 કરોડની જોગવાઇ.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ.33504 કરોડની જોગવાઇ
- રાજ્યની લગભગ 48%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.
- શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.16 હજાર 116 કરોડની જોગવાઇ.
- શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે રૂ.3354 કરોડની જોગવાઇ.
- અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે રૂ.2217 કરોડની જોગવાઇ.
- અમૃત મિશન 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે રૂ.1900 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે રૂ.1420 કરોડની જોગવાઇ.
- શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ રૂ.1376 કરોડની જોગવાઇ.
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે રૂ.800 કરોડની જોગવાઇ.
- સ્વચ્છ ભારત મિશન(અર્બન) 2.0, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત 2.0 માટે કુલ રૂ.577 કરોડની જોગવાઇ.
- શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે રૂ.350 કરોડની જોગવાઇ.
- ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત 2.0 અને પિન્ક ટોઇલેટ માટે કુલ રૂ.329 કરોડની જોગવાઇ.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ.236 કરોડની જોગવાઇ.
- શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે રૂ.200 કરોડની જોગવાઇ.
- 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે રૂ.180 કરોડની જોગવાઇ.
- ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ રૂ.150 કરોડની જોગવાઇ.
- દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ.150 કરોડની જોગવાઇ.
- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂ.150 કરોડની જોગવાઇ.
- લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ રૂ.147 કરોડની જોગવાઇ.
- ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.100 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે રૂ.100 કરોડની જોગવાઇ.
- SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે રૂ.100 કરોડની જોગવાઇ.
- શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ રૂ.100 કરોડની જોગવાઇ.
- આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્જ ફંડ હેઠળ રૂ.100 કરોડની જોગવાઇ.
- સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે રૂ.90 કરોડની જોગવાઇ.
- કેચ ધ રેઇન યોજના માટે રૂ.80 કરોડની જોગવાઇ.
- અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે રૂ.75 કરોડની જોગવાઇ.
- 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા રૂ.50 કરોડની જોગવાઇ.
- અફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ યોજના અંતર્ગત રૂ.50 કરોડની જોગવાઇ.
- ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે રૂ.50 કરોડની જોગવાઇ.
- નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે રૂ.45 કરોડની જોગવાઇ.
- ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ.45 કરોડની જોગવાઇ.
- PM ઈ-બસ યોજના માટે રૂ.40 કરોડની જોગવાઇ.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.29709 કરોડની જોગવાઇ
- રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
- રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે રૂ.10008 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂ.5600 કરોડની જોગવાઇ.
- આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂ.950 કરોડની જોગવાઇ.
- અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે રૂ.1633 કરોડની જોગવાઇ.
- ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે રૂ.774 કરોડની જોગવાઇ.
- ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે રૂ.500 કરોડની જોગવાઇ.
- અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે રૂ.312 કરોડની જોગવાઇ.
- વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે રૂ.200 કરોડની જોગવાઇ.
- રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે રૂ.150 કરોડની જોગવાઇ.
- વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે રૂ.138 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે રૂ.400 કરોડની જોગવાઇ.
- મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે રૂ.40 કરોડની જોગવાઇ.
- વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે રૂ.32 કરોડની જોગવાઇ.
- GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે રૂ.25 કરોડની જોગવાઇ.
- સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે રૂ.20 કરોડની જોગવાઇ.
- સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે રૂ.14 કરોડની જોગવાઇ.
- ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે રૂ.10 કરોડની જોગવાઇ.
- રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે રૂ.10 કરોડની જોગવાઇ.
- કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.
