UpdatedIST

Gujarat Budget 2026-27: ખેડૂતોના કલ્યાણ માટે રૂ. 24,022 કરોડ ફાળવાયા, વીજ સહાય, ડ્રોન ટેકનોલોજી અને ઝીરો વ્યાજે પાક લોન સહિત અનેક મોટી જાહેરાત

ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ 1 લાખ 53 હજાર લાભાર્થીઓ આવરી લેવા રૂ.61 કરોડ ફાળવવામાં આવ્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 18 Feb 2026 05:14 PM (IST)Updated: Wed 18 Feb 2026 05:14 PM (IST)
gujarat-budget-2026-27-rs-24022-crore-allocation-for-agriculture-and-farmers-welfare-694446
HIGHLIGHTS
  • મત્સ્ય ઉદ્યોગના વિકાસ અને નિકાસ વધારવા રૂ. 1340 કરોડની જોગવાઈ
  • સૂક્ષ્મ સિંચાઈ અને પાઈપલાઈન યોજનાઓ માટે કરોડોની જોગવાઈ

Gujarat Budget 2026-27: આજે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે નાણાં મંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27 માટે રાજ્યનું રૂ.4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યું છે. જેમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને પણ અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બજેટમાં કુલ રૂ. 24,022 કરોડની જોગવાઇ કરી છે.

કૃષિ રાહત પેકેજ અંતર્ગત રાજ્યના 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવાઈ
આ તકે વિધાનસભામાં પોતાના સંબોધનમાં નાણાંમંત્રીએ જણાવ્યું કે, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે.

ગુજરાતમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા રૂ. 11 હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે.

“વાવણીથી વેચાણ સુધી” ખેડૂતની સાથે રહી તેને ચડ-ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા 9 લાખ 50 હજારથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 18 હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલ છે.

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે.

જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે રૂ 39 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. છું.

​રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે છ સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે રૂ.12 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા બે વર્ષમાં લગભગ બે લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ-શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે.

રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં “પર ડ્રોપ મોર ક્રોપ” સૂક્ષ્મ સિંચાઇ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 25 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ.1237 કરોડ, સૌની યોજના માટે રૂ.473 કરોડ તથા કચ્છની યોજના માટે રૂ.1333 કરોડ એમ કુલ રૂ.3043 કરોડની જોગવાઇ સૂચવું છું.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે રૂ.958 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે રૂ.1340 કરોડની જોગવાઇ સૂચવું છું.

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઇ જવાનું આયોજન છે.

​રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે રૂ.500 કરોડની જોગવાઇ કરું છું.

​ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા રૂ.1539 કરોડની જોગવાઇ કરું છું.

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે રૂ.112 કરોડની જોગવાઇ સૂચવું છું.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.24022 કરોડની જોગવાઇ

પાક કૃષિ વ્યવસ્થા

  • ખેડૂતોને વીજ સહાય આપવા રૂ.9324 કરોડની જોગવાઇ.
  • સૂક્ષ્મ સિંચાઇ માટે રૂ.1250 કરોડની જોગવાઇ.
  • કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ.800 કરોડની જોગવાઇ.
  • કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે રૂ.765 કરોડની જોગવાઇ.
  • નાના ગોડાઉન બનાવવા “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત અંદાજિત 15 હજાર 436 ખેડૂતોને રૂ.1 લાખ સહાય આપવા રૂ.154 કરોડની જોગવાઇ.
  • ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં રૂ.4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા રૂ.146 કરોડની જોગવાઇ.
  • અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા રૂ.77 કરોડની જોગવાઇ.
  • ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે રૂ.14 કરોડની જોગવાઇ.
  • ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ (6) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા રૂ.12 કરોડની જોગવાઇ.
  • જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા રૂ.10 કરોડની જોગવાઇ.
  • બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ રૂ.798 કરોડની જોગવાઇ.
  • ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા રૂ.30 કરોડની જોગવાઇ.
  • રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે રૂ.12 કરોડની જોગવાઇ.
  • રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે રૂ.1063 કરોડની જોગવાઇ.
  • પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂ.392 કરોડની જોગવાઇ.
  • “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઇ.
  • કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે રૂ.424 કરોડની જોગવાઇ.
  • ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ 1 લાખ 53 હજાર લાભાર્થીઓ આવરી લેવા રૂ.61 કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ.56 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.52 કરોડની જોગવાઇ.
  • દરેક જિલ્લાની "પશુ કલ્યાણ સમિતિ"ને સહાય માટે રૂ.34 કરોડની જોગવાઇ.
  • મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે રૂ.32 કરોડની જોગવાઇ.
  • કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે રૂ.18 કરોડની જોગવાઇ.
  • ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા રૂ.16 કરોડની જોગવાઇ.
  • સેક્સ્‍ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે રૂ.13 કરોડની જોગવાઇ.
  • પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત કરવા રૂ.13 કરોડની જોગવાઇ.
  • મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા રૂ.12 કરોડની જોગવાઇ.
  • પાડી-વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા રૂ.12 કરોડની જોગવાઇ.
  • બકરા એકમ સહાય માટે કુલ રૂ.11 કરોડની જોગવાઇ.
  • પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા Rapid Test Kit માટે રૂ.10 કરોડની જોગવાઇ.
  • કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા-ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે રૂ.9 કરોડની જોગવાઇ.
  • દુધાળાં પશુના વીમાનાં પ્રીમિયમ પર સહાય માટે રૂ.6 કરોડની જોગવાઇ.
  • કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા જોગવાઇ.
  • સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવા જોગવાઇ.
  • પશુપાલકોને પશુમાં IVFથી ગર્ભધારણ માટેની સહાય આપવા જોગવાઇ.
  • ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, મોનોસેક્સ તીલાપીયા હેચરીની સ્થાપના માટેનું આયોજન.
  • રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.361 કરોડની જોગવાઇ.
  • માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે રૂ.300 કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી મત્સ્યસંપદા તળે લાભાર્થીલક્ષી યોજના માટે રૂ.128 કરોડની જોગવાઇ.
  • ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ માટે રૂ.115 કરોડની જોગવાઇ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ માટે રૂ.112 કરોડની જોગવાઇ.
  • દરિયાઇ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે રૂ.107 કરોડની જોગવાઇ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે તથા ભાંભરા પાણીમાં ફીશ કેજ કલ્ચર કરતા મત્સ્ય ખેડૂતોને ઈનપુટ સહાય માટે રૂ.51 કરોડની જોગવાઇ.
  • દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ટ્રોલર/ડોલનેટર/ગીલનેટર બોટોને માછીમારી જાળ અને હુક એન્‍ડ લાઇન ઉપર સહાય પેટે રૂ.40 કરોડની જોગવાઇ.
  • ડીપ-સી ફીશીંગ વેસલ્સ ઉપર સહાય માટે રૂ.15 કરોડની જોગવાઇ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટની સ્થાપના માટે રૂ.10 કરોડની જોગવાઇ.
  • મત્સ્યોદ્યોગ કાયદાના અમલીકરણ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટે જોગવાઇ.
  • સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને રૂ.3 લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે રૂ.1539 કરોડની જોગવાઇ.
  • ગોડાઉન નિર્માણ યોજના અંતર્ગત મંડળીઓ અને સંધોને સહાય માટે રૂ.30 કરોડની જોગવાઇ.
  • પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સહાય આપવા રૂ.21 કરોડની જોગવાઇ.
  • ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા ‘સાકર’ યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે કુલ રૂ.20 કરોડની જોગવાઇ.