Gujarat Unseasonal Rain Update: રવિવારના રોજ દિવસ દરમિયાન રાજ્યનાં કુલ 19 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3 ઈંચ અને જુનાગઢના ઈડર અને માળિયા હાટીનાં તાલુકામાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. એ સિવાય જામનગરના જામજોધપુર તાલુકામાં પોણા બે ઈંચ, જુનાગઢના માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.
અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હજુ એક દિવસ સોમવારના રોજ હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. એ પછી રાજ્યમાં કમોસમી વરસાદનો વિરામ થતાં તાપમાનનો પારો ઉચકાશે. ભુજમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર 40.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
તાલુકાના જનાલી, કાળીડુંગરી, ખેરોજકંપા, નાંદોજ સહિતના વિવિધ વિસ્તારોમાં રવિવારે સાંજે 6 વાગ્યાના સમયે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના ઘાસચારાને નુકસાન થયું હતું.
ઊંઝા શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતવરણ સર્જાયું હતું. જેને લઈ મોમસી વરસાદ શરૂ થયો હતો જેને લઈ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
