Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વિવિધ ટેકનિકલ અને વાહન વ્યવહાર કેડરની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા અધિકૃત પ્રેસનોટ જાહેર કરીને લેખિત પરીક્ષાની તારીખ, પરીક્ષા કેન્દ્ર અને કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સમગ્ર સમયસારણી જાહેર કરી દેવામાં આવી છે.
કઈ-કઈ જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા?
રાજ્ય સરકારના પોલીસ વિભાગમાં નીચે મુજબની વિવિધ સંવર્ગની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે:
- PSI (વાયરલેસ): 172 જગ્યાઓ (જાહેરાત ક્રમાંક: GPRB/202526/2)
- ટેકનિકલ ઓપરેટર: 698 જગ્યાઓ (જાહેરાત ક્રમાંક: GPRB/202526/2)
- PSI (મોટર ટ્રાન્સપોર્ટ): 35 જગ્યાઓ (જાહેરાત ક્રમાંક: GPRB/202526/3)
- હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1): 45 જગ્યાઓ (જાહેરાત ક્રમાંક: GPRB/202526/4)
પરીક્ષા અને કોલલેટરનું સંપૂર્ણ શેડ્યૂલ
ભરતી બોર્ડના જણાવ્યા મુજબ, તમામ સંવર્ગની લેખિત પરીક્ષા 23 ઑગસ્ટ, 2026ના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવશે.
કોલલેટર ડાઉનલોડ તારીખ: ઉમેદવારો 17 ઑગસ્ટ, 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી રાજ્ય સરકારના અધિકૃત પોર્ટલ ojas.gujarat.gov.in પરથી પોતાના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
બંને કેડરમાં ફોર્મ ભરનાર ઉમેદવારો માટે ખાસ સુવિધા
જે ઉમેદવારોએ PSI (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) બંને જગ્યાઓ માટે અરજી કરી છે, તેમને મુશ્કેલી ન પડે તે માટે બોર્ડ દ્વારા બંને પરીક્ષાઓ એક જ પરીક્ષા કેન્દ્ર (શાળા) ખાતે આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આવા કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in પર મૂકવામાં આવી છે.
યાદીમાં નામ ન હોય તો 10 ઓગસ્ટ સુધી રજૂઆત કરવાની રહેશે
જો કોઈ ઉમેદવારે ઉપરોક્ત બંને જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય છતાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં તેમનું નામ ઉમેરાયું ન હોય, તો તેમણે તાત્કાલિક પગલાં લેવાના રહેશે:
રજૂઆતની પદ્ધતિ: ઓનલાઈન ભરેલી અરજીની નકલો સાથે લેખિત અરજી રૂબરૂ, સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે મોકલવાની રહેશે.
છેલ્લી તારીખ: 10 ઑગસ્ટ, 2026 સાંજે 5:00 વાગ્યા સુધી
અરજી મોકલવાનું સરનામું: ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-12, સરિતા ઉદ્યાન નજીક, સેક્ટર-9, ગાંધીનગર.
