UpdatedIST

Jamnagar: ધક્કા ખાઈને કંટાળેલા ગ્રાહકોએ OLA સર્વિસ સેન્ટર માથે લીધુ, સ્કૂટરોને રોડ પર ફગાવી દઈ તોડફોડ કરતા અફરાતફરી મચી

ભાન ભૂલેલા ગ્રાહકોની ફરિયાદ મળતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો. પોલીસ તપાસમાં બન્ને જણા નશામાં ધૂત હોવાનું ખૂલતા પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરાઈ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Feb 2026 11:47 PM (IST)Updated: Sun 22 Feb 2026 11:48 PM (IST)
chaos-at-ola-electric-service-center-in-jamnagar-angry-customers-vandalize-scooters-696963
HIGHLIGHTS
  • સર્વિસ સેન્ટરના સ્ટાફનો જવાબ સાંભળી ગ્રાહકોએ પિત્તો ગુમાવ્યો

Jamnagar: હાલના સમયમાં પર્યાવરણની જાળવણી અને પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ક્રેઝ તો વધી રહ્યો છે, પરંતુ તેની સામે સર્વિસની સુવિધા અત્યંત નબળી સાબિત થઈ રહી છે.

જામનગર શહેરમાં આજે ઓલા ઇલેક્ટ્રિક બાઈકના સર્વિસ સેન્ટર પર ગ્રાહકો દ્વારા ભારે હંગામો અને તોડફોડની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. સર્વિસના અભાવે અને સ્ટાફના નકારાત્મક વલણથી કંટાળી ગયેલા ગ્રાહકોએ આખરે કાયદો હાથમાં લેતા પોલીસ બોલાવવાની નોબત આવી હતી.

​રિપેરિંગ અને યોગ્ય જવાબ ન મળતા સર્જાઈ બબાલ
આ અંગે ​પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલ ઓલા ઇલેક્ટ્રિક સર્વિસ સેન્ટર ખાતે અનેક ગ્રાહકો લાંબા સમયથી પોતાના વાહનોના રિપેરિંગ અને ટેકનિકલ ખામીઓના નિરાકરણ માટે ધક્કા ખાઈ રહ્યા હતા.

ગ્રાહકોનો આક્ષેપ છે કે, ​નવી બાઈક ખરીદ્યા બાદ ટૂંકા સમયમાં જ ટેકનિકલ ખામીઓ સર્જાય છે. આ અંગે ​વારંવાર રજૂઆત કરવા છતાં સંચાલકો કે કર્મચારીઓ સંતોષકારક જવાબ આપતા નથી.

આવા જ બે ગ્રાહકો રિઝવાન સફિયા અને જયેન્દ્રસિંહ જાડેજા પોતાના ઓલા સ્કૂટરના રિપેરિંગ માટે ધક્કા ખાઈ રહ્યા છે. આજે પણ આ બન્ને ગ્રાહકો પોતાની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. આ સમયે સ્ટાફ તરફથી સંતોષજનક જવાબ ના મળતા બન્ને ગ્રાહકોએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો.

સ્ટાફ સાથે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને ગ્રાહકો ઉશ્કેરાઈ ગયા હતા. જેમણે સર્વિસ સ્ટેનશનની બહાર પાર્ક કરેલા અન્ય ગ્રાહકોના ઓલા સ્કૂટરોને રોડ પર ફંગોળી દઈને તોડફોડ શરૂ કરી દીધી હતી.

જેના પગલે થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી. આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ બાબતની જાણ થતાં સિટી બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જેમણે હોબાળો કરનારા બન્ને ગ્રાહકોની અટકાયત કરી હતી, જે બન્ને નશાની હાલતમાં હોવાનું માલૂમ પડતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.