UpdatedIST

Jamnagar: ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબાએ પતિ રવિન્દ્ર જાડેજા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, લખ્યું- 'ગૌરવની ક્ષણ'

નરેન્દ્ર મોદી એક એવા નેતા જે ભારત, તેની સંસ્કૃતિ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે અડગ ઉભા છે. ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે: રિવાબા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 10 Feb 2026 04:43 PM (IST)Updated: Tue 10 Feb 2026 04:43 PM (IST)
rivaba-jadeja-meets-pm-narendra-modi-with-cricketer-ravindra-jadeja-photos-go-viral-689439
HIGHLIGHTS
  • રિવાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો શેર કરી

Jamnagar: ગુજરાતના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા જામનગર ઉત્તરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં પોતાના પતિ અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

ખુદ રિવાબા જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે જ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે,

આ માત્ર એક બેઠક નહીં, પરંતુ ગૌરવની ક્ષણ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત. એક એવા નેતા જે ભારત, તેની સંસ્કૃતિ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે અડગ ઉભા છે. ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.

ફેસબુક વૉલ પર પોસ્ટ કરવામાં આવેલી ત્રણ તસવીરોમાં એકમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વડાપ્રધાન મોદી બુકે આપી રહ્યા છે. બીજી તસવીરમાં રિવાબા જાડેજા વડાપ્રધાન મોદીને સાલ ઓઢાડી રહ્યા છે. ત્રીજી તસવીરમાં વડાપ્રધાન મોદી રિવાબા અને રવિન્દ્ર જાડેજા સાથે વાર્તાલાપ કરતા જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે, જામનગર ઉત્તરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહીને પોતાની જાહેર સેવા અને અંગત જીવનની ઝલક લોકો સુધી પહોંચાડતા રહે છે.

થોડા દિવસ અગાઉ શેર કરવામાં આવેલી તસવીરોમાં રિવાબા વિવિધ સામાજિક કાર્યક્રમો, સરકારી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ અને જનસંપર્ક અભિયાનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા હતા. તેમની આ તસવીરો માત્ર એક રાજકીય નેતા તરીકેની જ નહીં, પરંતુ જમીન સાથે જોડાયેલા એક જનસેવકની છબી પણ ઉજાગર કરે છે, જે સામાન્ય નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે હંમેશા તત્પર હોય છે.

શિક્ષણ મંત્રી તરીકેની તેમની ભૂમિકામાં તેઓ નવી પેઢીના ઘડતર અને શૈક્ષણિક સુધારાઓ પર ભાર મૂકી રહ્યા છે, જે તેમની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક પ્રદર્શનોની મુલાકાતોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.