UpdatedIST

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પરિવાર સાથે જામનગર પહોંચ્યા, યુવરાજ સિંહ પણ વંતારા જવા રવાના

એરપોર્ટથી તેઓ રિલાયન્સ ગ્રીન્સ સ્થિત ‘વંતારા’ જવા રવાના થયા હતા. એવું માનવામાં આવી રહ્યું છેકે, જામનગર વંતારા ખાતે સચિન તેંડુલકરના પુત્રનું પ્રિ-વેડિંગ ફંક્શન યોજાઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 15 Feb 2026 03:03 PM (IST)Updated: Sun 15 Feb 2026 04:15 PM (IST)
sachin-tendulkar-reaches-jamnagar-with-family-yuvraj-singh-heads-to-vantara-692369

Jamnagar News: જાનગરમાં રિલાન્યસ ગ્રીન્સમાં વંતારાનું નિર્માણ કરવામાં આવ્યા બાદ જામનગર શહેરમાં સેલિબ્રિટીઝનું આગમન અવાર-નવાર થતું રહે છે. થોડા સમય પહેલા જ સલમાન ખાન, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા સહિતના બોલિવૂડ અભિનેતા અને ક્રિકેટર્સ વંતારા આવ્યા હતા. ત્યારે હવે પૂર્વ ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે.

સચિન તેંડુલકર અને યુવરાજ સિંહને જોવા માટે એરપોર્ટ પર તેમના ચાહકોનો જમાવડો જોવા મળ્યો હતો. બન્ને પૂર્વ ક્રિકેટરનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ રિલાયન્સ ગ્રીન્સ સ્થિત ‘વંતારા’ જવા રવાના થયા હતા. એવું માનવામાં આવી રહ્યું છેકે, જામનગર વંતારા ખાતે સચિન તેંડુલકરના પુત્રનું પ્રિ-વેડિંગ ફંક્શન યોજાઇ શકે છે.

મળતી માહિતી મુજબ, સચિન તેંડુલકર આગામી દિવસોમાં યોજાનાર તેમના પુત્ર અર્જૂન તેંડુલકરના લગ્નનું આમંત્રણ કાર્ડ આપવા તેમજ પ્રી-વેડિંગ શૂટ માટે અહીં પહોંચ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. માત્ર ક્રિકેટરો જ નહીં, પરંતુ અન્ય અનેક જાણીતી હસ્તીઓ પણ આજે જામનગર એરપોર્ટ ખાતે ઉતરી હતી. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ સેલિબ્રિટીઓ વંતારા જવા રવાના થઈ હતી. જામનગરમાં ફરી એકવાર વીઆઈપી મહેમાનોના આગમન થતાં શહેરમાં ચહલ-પહલ શરૂ થઇ ગઇ છે.