Junagadh News:જૂનાગઢ ભવનાથ મેળા માં ઉમટતી લાખો ની મેદની વચ્ચે ખાસ કરી પોલીસ તંત્ર ની ખડે પગે કિલ્લા બંધ સુરક્ષા થી લોકો એ સરહના થઈ છે એ વચ્ચે વધુ એક પોલીસ કર્મી ની માનવતા વાદી કાર્ય જેમાં યુવાન નો જીવ બચાવવા માં પોલીસ કર્મી ના કાર્ય ની સરહના થઈ રહી છે.
ગઈ કાલે સંતો ની નીકળતી રવેડી ના દર્શન માટે ભવનાથ માં લાખો ની મેદની ઉમટી પડી હતી એ વચ્ચે પોલીસ ની પરીક્ષા થતી હતી એવી જન મેદની વચ્ચે ચૌદ ચૌદ કલાક સતત ફરજ પર રહેતી પોલીસ ગઈ કાલે ભવનાથ માં આવેલ મંગલમ હોટલ સામે એકવીસ નમ્બર ની પોલીસ રાવટી નજીક અકડે ઠક માનવ મેદની રવેડી ના દર્શન માટે બપોર થીજ લાઇનમાં ઉભા રહી ગયેલા ત્યારે આ એકવીસ નમ્બર ની ચોકી નજીક લાઇનમાં ઉભા રહેલ એક ત્રીસ વર્ષીય યુવાન ને હાર્ટ એટેક આવતા બે ભાન હાલત માં જમીન પર ઢળી પડેલ લોકો આ યુવાન ને બચાવવા 108 એ કોલ કરવા લાગેલ.
પરંતુ એ જગ્યા એ એમ્બ્યુલન્સ કે અન્ય વાહન ને પહોંચવું અશક્ય હતું એ પહોંચવા માં વાહન ને એકાદ કલાક જેવો સમય જતો રહે તેવી ભીડ વચ્ચે આ ત્રીસ વર્ષી નો યુવાન કણસતો બે ભાન ભડયો હતો લોકો એ નજીક ની પોલીશ રાવટી નો સંપર્ક કરેલ ત્યારે ફરજ પર ના પોલીસ કર્મી ઓ સ્થળ પર જોઈ ને યુવાનો જીવ કેમ બચાવવો એ વિચારતા હતા.
એમાં સાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરેલી જિલ્લા માંથી મેળા ના ખાસ બનધોબસ્ત માં મુકાયેલ મૂળ બગસરા ના રાજગોર બ્રાહ્મણ ઉમેદ ભાઈ મહેતા જેવો એ આ યુવા ની સ્થિતિ જોઈ 108 પહોંચી શકે એમ ન હોઈ 30 વર્ષ નો યુવાન જીવન મરણ વચ્ચે હતો એવા સમયે પલ વાર નો વિચાર કર્યા વગર આ યુવાન ને ઊંચકી ને ભવનાથ પોલીસ સ્ટેશન નજીક આવેલ ઇમરજન્સી સારવાર કેન્દ્ર સુધી ઊંચકી ને દોટ મુકેલ જે ના લીધે આ યુવાન ને પ્રાથમિક સારવાર ઓક્સિજન વગેરે મળી જતા આ યુવાન નો જીવ બચી ગયેલ.
જ્યારે પોલિશ કર્મી આ યુવાન ને ઊંચકી ને દોટ મુક્તા હાજર કોઈ યાત્રીકે આ વિડ્યો પોતાના મોબાઈલ માં સૂટ કરેલ જે વિડ્યો હાલ વાયરલ થતા અમારા પ્રતિનિધિ જયેશ દવે એ આ પોલિશ કર્મી નો સંપર્ક કરી સાચી હક્કીક્ત જાણવા મળેલ પોલિશ કર્મી ને આ માનવતા વાદી આ કાર્ય થી એક યુવાન ને તાત્કાલિક સારવાર મળી જતા યુવાન નો જીવ બચી જતા આ પોલીસ કર્મી ઉમેદ મહેતા ના કાર્ય ની સરહના થઈ રહી છે
