Gir Lion Cub Video: ગુજરાતનું ઘરેણું સમા સાસણ ગીરમાં એશિયાઇ સિંહોને નિહાળવા માટે રાષ્ટ્રભરમાંથી પ્રવાસીઓ આવતા રહે છે. સિંહ પરિવારને નિહાળીને અભિભૂત થતા હોય છે. અવાર-નવાર ગીર પંથકમાં સિંહોના વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘૂમ મચાવી રહ્યો છે. સાસણ ગીર અભ્યારણ્ય માંથી વન્યજીવનો એક અદ્ભૂત અને મનોરંજક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને વન સફારી પર આવેલા પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
જેમ જેમ શિયાળાની ઋતુની શરૂઆત થઈ છે, તેમ તેમ ગીરના જંગલોમાં પણ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ કડકડતી ઠંડીથી રાહત મેળવવા માટે એક સિંહ બાળ તેના પરિવાર સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. સિંહ બાળ મસ્તી કરતા નહાળી પ્રવાસીઓ રોમાંચિત થઇ ઉઠ્યા હતા.

આ વીડિયો કેમેરામાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહ બાળ તેના પરિવારના સભ્યો સાથે ઠંડીથી બચવા અને આનંદ લેવા માટે કુશળતાપૂર્વક ઝાડ પર ચઢી રહ્યો છે. સિંહ બાળની આ મસ્તી અને અનોખો સીન જોઈને જંગલ સફારી પર આવેલા પ્રવાસીઓ અચંબામાં મુકાઈ ગયા હતા અને આ સુંદર દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું.
