Junagadh Car Accident: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહેલી એક કાર અચાનક ચાલકના કાબૂ બહાર જઈ પલટી મારીને સીધી રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
જૂનાગઢનના મેંદરડા તાલુકામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. કાર ગઢાળીથી મેંદરડા તરફ જઇ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટીને રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં બે યુવકોના મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનસુાર, કાર ચાંદ્રાવાડી ગામ નજીક પહોંચી ત્યારે કારના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. કાર સ્પીડમાં હોવાથી ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કરવા જતાં કાર પલટી મારી ગઇ હતી. કાર પલટી મારીને રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. જોકે પાણીમાં ડૂબી જવાના કારણે કિશન કાવાણી અને મહિપાલ કુબાવતનું મોત નીપજ્યું હતું.
જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
