Junagadh District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 7.08 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે30 બેઠકો પર 161 ફોર્મ ભરાયા છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, જૂનાગઢ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા
વોડૅ નં
વોડૅ નું નામ
કુલ ફોમૅ
1
અગતરાય
5
2
અજાબ
5
3
અમરાપુર ગીર
6
4
બાલાગામ
5
5
ભેંસાણ
8
6
બિલખા
8
7
ચુડા
4
8
ધંધુસર
5
9
ડુંગરપુર
5
10
ગડુ
6
11
જુથળ
6
12
કાલસારી
7
13
કણઝા
7
14
કોયલાણા
6
15
કુકસવાડા
5
16
મજેવડી
5
17
મક્તુપુર
3
18
માળીયા
6
19
માંગરોળ ઓ.જી.
4
20
મટીયાણા
5
21
મેખડી
4
22
મેંદરડા
6
23
મેસવાણ
3
24
મોણપરી મોટી
4
25
સરદારગઢ
5
26
સરસઇ
5
27
સાસણ
7
28
શાપુર
5
29
શીલ
4
30
વડાલ
7
જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો