UpdatedIST

Junagadh: વિવાદિત યુટ્યૂબર કીર્તિ પટેલની આખરે રાજસ્થાનથી ધરપકડ, 7 દિવસમાં 3 ફરિયાદ બાદ જૂનાગઢ પોલીસે કસ્ટડીમાં લીધી

યુટ્યૂબર 'જિદ્દી બોય'એ ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવીને વાયરલ કરતાં કીર્તિ પટેલના ફૉલોઅર્સ ઘટી ગયા હતા. જેથી તેને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Feb 2026 03:42 PM (IST)Updated: Sun 22 Feb 2026 03:42 PM (IST)
junagadh-police-arrest-controversial-youtuber-kirti-patel-from-rajasthan-696619
HIGHLIGHTS
  • કીર્તિ પટેલને લઈને જૂનાગઢ પોલીસ ગુજરાત આવવા રવાના

Junagadh: જૂનાગઢ પોલીસ દ્વારા વિવાદિત યુટ્યૂબર કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 7 દિવસમાં કીર્તિ પટેલ વિરુદ્ધ જૂનાગઢમાં ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હવે કીર્તિ પટેલને જૂનાગઢ પોલીસ ગુજરાત લઈને આવવા રવાના થઈ હોવાની માહિતી મળી છે.

કીર્તિ પટેલે મહિલા PI સાથે તુમાખીભર્યું વર્તન કરીને ધમકી આપી હતી
ગત 16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ રેન્જ કચેરીના મહિલા PI કે.જે. મોડ સાથે કીર્તિ પટેલે ગેરવર્તન કરીને તેમને મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે મહિલા પોલીસ અધિકારીએ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સબંધી ફરિયાદ આપી હતી.

જેના 2 દિવસ બાદ 16 ફેબ્રુઆરીએ કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરીને પવિત્ર મૃગીકુંડમાં સાધુઓની સાથે સ્નાન કર્યું હતુ. આમ કીર્તિ પટેલે જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા સાથે પવિત્ર મૃગીકુંડની ગરીમા ઠેસ પહોંચાડી હતી. આ મામલે વેરાવળ સ્થિત ખોડિયાર આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાઈ હોવા સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.

કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યૂબરનો આપઘાતનો પ્રયાસ
ભવનાથના મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરીને વિવાદોમાં સપડાયેલી કીર્તિ પટેલે સાધુ-સંતોના વિરુદ્ધ એક વીડિયો બનાવ્યો હતો. જેના વિરોધમાં અબજલ સીડા ઉર્ફે જિદ્દી બોય નામના યુ-ટ્યુબરે ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

જેના કારણે કીર્તિ પટેલના ફોલોવર્સ ઘટી ગયા હોવાનું કહીને અબજલ પાસે રૂ. 20 લાખની ખંડણી માંગવા સાથે દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કીર્તિ પટેલ સહિત 5 જણાના સતત માનસિક ત્રાસથી અબજલ સીડાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.