Mango Price Today in Junagadh, April 10, 2026 (આજના કેરીના ભાવ જૂનાગઢ): ફળોનો રાજા ગણાતી કેરીનું આગમન રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં ધીરે-ધીરે શરૂ થઇ ગયું છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પાકી કેરીની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે અને તે વધીને 263 ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે. આજે પાકી કેરીનો નીચો ભાવ 2000 રૂ. અને ઉંચો ભાવ 3 હજાર રૂપિયા બોલાયો છે.
જ્યારે ગઇકાલે 9 એપ્રિલના રોજ કેરીની રેકોર્ડબ્રેક 376 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ગઇકાલે કાચી કેરીનો નીચો ભાવ 1 હજાર રૂપિયા અને ઉંચો ભાવ 2500 રૂપિયા સુધી બોલાયો હતો. દ્રાક્ષની બજારમાં પણ તેજી જોવા મળી છે, જ્યાં 51 ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ. 1200 થી રૂ. 1700 ની વચ્ચે રહ્યો છે.