Lionesses In Wedding: જૂનાગઢના પલાસવા ગામે એક એવી ઘટના બની જેણે સ્થાનિકોના હૃદયના ધબકારા તેજ કરી દીધા છે. સામાન્ય રીતે લગ્નમાં સ્વજનોને જમવાનું આમંત્રણ આપવામાં આવતું હોય છે, પરંતુ અહીં તો સાક્ષાત 'જંગલની રાણીઓ' ભોજનની શોધમાં મંડપ સુધી પહોંચી ગઈ હતી.
પલાસવા ગામમાં એક લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે મહેમાનો જમીને નિરાંતે સુતા હતા. જમણવારના ટેબલ પર હજુ થોડું ઘણું ભોજન બાકી પડ્યું હતું. આ શાંતિનો લાભ લઈને બે સિંહણો રહેણાંક વિસ્તારમાં અને લગ્નના મંડપ પાસે આવી ચઢી હતી. સિંહણો ખાધ્ય પદાર્થોની શોધમાં આમ-તેમ આંટાફેરા કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી.
નસીબજોગે, સિંહણોને પોતાના લાયક કોઈ શિકાર કે ખોરાક ન મળતા તેઓ ચૂપચાપ જંગલ તરફ રવાના થઈ ગઈ હતી. વન વિભાગને આ અંગે જાણ થતા સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
