મહીસાગર જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી
ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, મહીસાગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
Mahisagar District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ મહીસાગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 6.71 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, મહીસાગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
મહીસાગર જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
બચકરીયા ઉત્તર
12248
11164
23412
2
બાકોર
13072
12072
25144
3
બટકવાડા
13771
12613
26384
4
ભલાડા
14016
13122
27138
5
ડેભારી
13599
12811
26410
6
ડીટવાસ
12829
11426
24255
7
ગામડી
10569
10060
20629
8
ગોઠીબ
10682
10170
20852
9
ગોઠીબડા
9394
8574
17968
10
હાથીવન
12788
11787
24575
11
કારંટા
14248
13124
27372
12
કોઠા
12747
12414
25161
13
કોઠંબા
12328
11806
24134
14
કોયડમ
13674
12659
26333
15
લીમડી
15055
14109
29164
16
માલવણ
12812
12186
24998
17
મુનપુર
12767
12095
24862
18
નરસિંગપુર
11188
10595
21783
19
પાંડવા
15185
14459
29644
20
૫ટૃણ
11900
11612
23512
21
સલિયાવડી
14868
14064
28932
22
સરસ્વા
10569
10060
20629
23
ઉખરેલી
13087
11854
24941
24
ઉંદરા
14199
13515
27714
25
વડદલા
12925
12035
24960
26
વડાગામ
12153
11593
23746
27
વિરણીયા
12394
12087
24481
28
વિરપુર
13490
12591
26081
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો