Vadnagar Shravanotsav 2026: હાટકેશ્વર મહાદેવના આશીર્વાદથી પાવન ભૂમિ વડનગરના ભવ્ય ઈતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવા માટે આ પવિત્ર શ્રાવણ માસમાં એક વિશેષ રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે ક્રિએટર છો અને તમારી શ્રદ્ધા તેમજ સર્જનાત્મકતાને વિડીયોના માધ્યમથી રજૂ કરવા માંગો છો, તો તમારી પાસે સમગ્ર ગુજરાતમાં તમારી ઓળખ બનાવવાની ઉત્તમ તક છે.
શ્રાવણોત્સવ રીલ સ્પર્ધાની મુખ્ય વિગતો
- આ સપ્તાહની થીમ: અનંત અનાદિ વડનગર
- સમયગાળો: 02 થી 05 ઑગસ્ટ, 2026
- કુલ તકો: શ્રાવણ માસ દરમિયાન કુલ 4 સાપ્તાહિક સ્પર્ધાઓ યોજાશે.
- સ્થાન: ઈન્સ્ટાગ્રામ / યુટ્યુબ પર પોસ્ટ કરીને MyGov પોર્ટલ પર લિંક સબમિટ કરવાની રહેશે.
આકર્ષક રોકડ પુરસ્કારો
દર સપ્તાહે યોજાનારી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ કન્ટેન્ટ ક્રિએટર્સને આ મુજબના રોકડ ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે:
- પ્રથમ ઈનામ: ₹31,000
- દ્વિતીય ઈનામ: ₹21,000
- તૃતીય ઈનામ: ₹11,000
ભાગ લેવાની સરળ પ્રક્રિયા
રીલ તૈયાર કરો: વર્તમાન સપ્તાહની થીમ અનંત અનાદિ વડનગર પર સંપૂર્ણ ઓરિજિનલ અને સર્જનાત્મક રીલ વિડિયો બનાવો.
સોશિયલ મીડિયા પર અપલોડ કરો: આ રીલને તમારા પોતાના Instagram અથવા YouTube એકાઉન્ટ પર પોસ્ટ કરો. ધ્યાન રાખવું કે પોસ્ટનું પ્રાઇવસી સેટિંગ Public હોવું ફરજિયાત છે.
MyGov પોર્ટલ પર લૉગિન કરો: અધિકૃત લિંક https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition પર જઈને લૉગિન કરો અથવા નવું એકાઉન્ટ રજીસ્ટર કરો.
એન્ટ્રી ફાઇનલ કરો: MyGov પોર્ટલ પર તમારી સોશિયલ મીડિયા પોસ્ટની પબ્લિક લિંક પેસ્ટ કરીને એન્ટ્રી સબમિટ કરો.
આ પવિત્ર માસ દરમિયાન તમારી કળા, ભાવ અને વડનગર પ્રત્યેના પ્રેમને રીલ દ્વારા વહાવીને રોકડ પુરસ્કારો જીતવાની આ સોનેરી તક ચૂકશો નહીં.

