Mehsana: 'વિકાસના નકશા' સામે વિરોધનું રણશિંગું; DP-TP સ્કીમ વિરુદ્ધ 10 ગામોના લોકો કુકસ ગામે એકઠા થયા, તંત્ર સામે લડવાનો નિર્ણય

મહેસાણા મનપાએ નવી ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાન સ્કીમમાં અમલમાં મૂકતા 10 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. 9 એપ્રિલની રાત્રે કુકસ ગામ ખાતે આગેવાનો તેમજ ગ્રામજનોએ સભાનું આયોજન કર્યું.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 10 Apr 2026 10:57 AM (IST)Updated: Fri 10 Apr 2026 11:00 AM (IST)
mehsana-news-10-villages-peoples-protest-new-development-plan-town-planning-scheme-725210

Mehsana News: મહેસાણા મનપાએ નવી ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાન સ્કીમમાં અમલમાં મૂકી છે. જેની સામે 10 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ ગ્રામજનોએ એકઠા થયા છે. ત્યારે 9 એપ્રિલની રાત્રે કુકસ ગામ ખાતે આગેવાનો તેમજ ગ્રામજનોએ વિશાળ સભાનું આયોજન કર્યું હતું. .

મનપાએ નવી સ્કીમ દાખલ કરી છે. જેની સામે લોકો અને સ્થાનિક ખેડૂતોમાં ખૂબ જ નારાજગી દેખાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ સ્કીમથી તેમને મોટું નુકસાન થઈ શકે છે. તેમજ આ સ્કીમ તેમના હિતમાં નથી. કુકસ ગામ ખાતે મળેલી સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ સ્કીમને અમલ નહી થવા દેવાનો નિર્ધાર કર્યો છે.

'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર થતા ખેડૂતો રોષે ભરાયા

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હાઈવે અને ડેવલપમેન્ટ પ્લાન 2047 હેઠળ આ આખા વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તેમજ મનપા દ્વારા સૂચિત વિકાસ નકશો જાહેર કરાયો છે. ત્યારથી પૂર્વ વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારો હેરાન પરેશાન થઈ ગયા છે. મનપા દ્વારા દેલા, ઉચરપી, તાવડિયા, રામપુરા, શોભાસણ, હેબુવા, કુકસ, લાખવડ, દેત્રોજપુરા, વિરમપુરા અને રુપાલ સહિતના 10 ગામના ગ્રામજનો અને ખેડૂતોએ તંત્ર સામે બાંયો ચઢાવી છે. આમને સામનેની લડાઈ લડવા માટે એકશન કમિટીની પણ રચના કરી છે.

ખેડૂતોના અધિકારો છીનવાયાનો આક્ષેપ

મનપા દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરાતા ખેડૂતો તેમની જમીન પર ખેતી કરી નહીં શકે. જ્યાં ખેડૂતોનો સૌથી વધારે વિરોધ મહેસાણા ડેવલપમેન્ટ પ્લાન 2047 વિરુદ્ધ છે. આ પ્લાન પ્રમાણે પૂર્વ વિસ્તારને પૂરી રીતે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દેવાશે. જેના લીધે ખેડૂતો કહી રહ્યા છે કે, તેઓ તેમની જમીન પર ખેતી કે પશુપાલન નહી કરી શકે, આ નિર્ણયથી ખેડૂતોના મૂળભુત અધિકારોનું ઉલ્લંઘન થયાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે.

ખેડૂતોએ લગાવ્યો ગંભીર આરોપ

મહેસાણા મનપા દ્વારા જાહેર કરાયેલા વિકાસ નકશાથી સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. પૂર્વ વિસ્તારમાં માત્ર 2 કિમીના અંતરમાં ત્રણ મોટા રસ્તાઓનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ખેતીની જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય કાવતરુ છે. મહેસાણા-ઈડર નેશનલ હાઈવે, થરાદ-અમદાવાદ ભારતમાલા હાઈવે આ પ્રોજેક્ટ્સને લીધે વર્ષોથી ખેતી અને પશુપાલન કરતા પરિવારો પાસે જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં રહે તેવી શક્યત રહી છે.