Mehsana Rain Alert: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ આગોતરા આયોજન સાથે સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે.
જોકે હાલમાં ઉત્તર ગુજરાત અને મહેસાણા માટે આવી કોઈ સીધી કે મોટી આગાહી નથી, તેમ છતાં પરિસ્થિતિ ગમે તે રૂપ ધારણ કરે તો તેને તાત્કાલિક પહોંચી વળવા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ જરૂરી પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નદી-નાળા અને પુલ પર બેરિકેડિંગ
બીજી તરફ, જિલ્લામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા અંગે માહિતી આપતાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, તમામ પોલીસ સ્ટેશનો અને પી.આઈ.ને ફિલ્ડ પર તથા રોડ પર હાજર રહેવા સ્પષ્ટ સૂચનાઓ આપી દેવાઈ છે. ખાસ કરીને નદી, નાળા, કાંઠાના વિસ્તારો અને નાના-મોટા પુલ કે જ્યાં પાણી ભરાવાની શક્યતા વધુ હોય છે, ત્યાં અકસ્માત અટકાવવા બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, કોઈપણ કટોકટી કે ઈમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિક તરવૈયાઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
