Unique Birthday Celebration: હાલમાં લોકોમાં પોતાનો જન્મ દિવસ હોય કે એનિવર્સરી, હોટલ કે પાર્ટી પ્લોટમાં સેલિબ્રેશન કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકામાં રહેતા બહુચરાજીના દંપતીએ પોતાના 75મા જન્મદિવસને અમૃત મહોત્સવ તરીકે ઉજવવાના બદલે શિક્ષણ માટે દાન આપીને યાદગાર બનાવ્યો છે.
જન્મદિવસની અનોખી ઉજવણી
માજી સરપંચ હર્ષદ લાટીવાલા અને તેમનાં ધર્મપત્ની કપિલાબેને સરસ્વતી સાધના ટ્રસ્ટના શૈક્ષણિક ફંડમાં રૂપિયા 1,51,111 નું દાન આપ્યું છે. બહુચરાજી પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ પ્રસંગે આ ચેક સંસ્થાને અર્પણ કર્યો હતો, ત્યારે સભામંડપમાં હાજર સૌએ તાળીઓથી દંપતીને વધાવ્યું હતું.
આ પણ વાંચો
કપિલાબેનનું નિવેદન
કપિલાબેને જણાવ્યું કે, તેઓ અમેરિકામાં વર્ષોથી વસવાટ કરે છે અને દર વર્ષે જન્મ દિવસની નાની-મોટી ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વર્ષે વિચાર્યું કે જન્મ દિવસ પાછળ ખર્ચ કરવાને બદલે તે પૈસા સમાજનાં બાળકોને ભણાવવામાં વાપરીએ તો સારું રહેશે, મારા પતિએ મારા આ વિચારને સમર્થન આપ્યું હતું.
