UpdatedIST

ઊંઝા-મહેસાણા રોડ પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત; લગ્નમાંથી પરત ઘરે આવી રહ્યો હતો કુમાવત પરિવાર

ઊંઝા-મહેસાણા રોડ પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના કુમાવત પરિવારના સભ્યો હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 21 Feb 2026 10:24 AM (IST)Updated: Sat 21 Feb 2026 10:24 AM (IST)
unjha-mehsana-road-accident-ahmedabad-kumawat-family-4-members-died-696058
HIGHLIGHTS
  • ઊંઝા-મહેસાણા રોડ પર ગોઝારો અકસ્માત
  • બનાવમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત
  • લગ્નમાંથી પરત ઘરે આવી રહ્યો હતો પરિવાર

Unjha-Mehsana road accident: આજે 21 ફેબ્રુઆરીની સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયેલા અમદાવાદમાં રહેતા કુમાવત પરિવારની ઈકો ગાડીને અકસ્માત નડ્યો હતો. આ બનાવમાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, કુમાવત પરિવાર મૂળ રાજસ્થાનના પાલી જિલ્લા અને ભાવનગરના વતની છે. હાલ તેઓ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેે છે. આ પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાની ઇકો ગાડીમાં અમદાવાદ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે અકસ્માત સર્જાયો હતો.

ઇકો કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ બનાવમાં એક જ પરિવારના 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકોની ઓખળ રામલાલ લખાજી કુમાવત, કોમલ મદનલાલ કુમાવત અને કૈલાશભાઈ રામલાલ કુમાવત તરીકે થઈ છે.આ ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ ટીમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.