એસએમઈને ઝડપથી પ્રગતિ કરવામાં મદદરૂપ થવા માટે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપમાં વાધવાની એક્સિલરેટ રજૂ કરાયું

વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે NEN અને FISS દ્વારા APMC ઊંઝા, ગુજરાત ખાતે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો હેતુ વાધવાની એક્સિલરેટ' દ્વારા મસાલા અને કૃષિ-પ્રક્રિયા ક્ષેત્રના SMEsને મહેસૂલ વૃદ્ધિ અને બજાર વિસ્તરણમાં મદદ કરવાનો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 07:59 PM (IST)Updated: Wed, 05 Aug 2026 07:59 PM (IST)
vadhwani-accelerate-introduced-at-growth-strategy-workshop-to-help-smes-grow-faster

Mehsana News:વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (NEN) દ્વારા ભારતમાં ફાઉન્ડેશનની ઉદ્યોજકતા પહેલોની આગેવાની કરતાં તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડિયા સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS) સાથે સહયોગમાં એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી), ઊંઝા, ગુજરાત ખાતે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપનું આયોજન કરાયું હતું.

વર્કશોપમાં ઉત્તર ગુજરાજની ફૂલતીફાલતી સ્પાઈસ ઈકોસિસ્ટમમાંથી 25 સંસ્થાપકો અને વેપાર આગેવાનો એકત્ર આવ્યા હતા અને વૃદ્ધિના તબક્કામાં રહેલી એસએમઈને મહેસૂલ વૃદ્ધિમાં ગતિ આપવા દ્વારા વૃદ્ધિના તેમના આગેવાની તબક્કાને ઉજાગર કરીને નવી બજારોમાં વિસ્તરણ કરીને અને મહત્ત્વપૂર્ણ વેપાર અવરોધોમાંથી બહાર આવીને વૃદ્ધિના તેમના આગામી તબક્કાને ઉજાગર કરવા મદદરૂપ થતા ફ્લેગશિપ વૃદ્ધિની અમલબજાવણીનો કાર્યક્રમ વાધવાની એક્સિલરેટ રજૂ કર્યો હતો. અનુભવી વૃદ્ધિની સલાહકારો, ડોમેન નિષ્ણાતો અને હાથોહાથના અમલબજાવણી આધાર થકી કાર્યક્રમ વેપારોને માપક્ષમ વેપાર પરિણામોમાં વૃદ્ધિની મહત્ત્વાકાંક્ષીને રૂપાંતરિત કરવામાં કરે છે.

APMC ઊંઝાના અધ્યક્ષ દિનેશ પટેલની હાજરીમાં આયોજિત વર્કશોપનું આયોજન NEN અને FISS વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં કરાયું હતું, જેની ઘોષણા એફઆઈએસએસએચ વાર્ષિક વેપાર સંમેલન દરમિયાન કરાઈ હતી. આ ભાગીદારીનું લક્ષ્ય માળખાબદ્ધ વૃદ્ધિનો આધાર, વ્યૂહાત્મક મેન્ટરિંગ, વેપાર સલાહસેવા અને બજારને પહોંચ થકી મસાલા અને કૃષિ- પ્રક્રિયા ક્ષેત્રમાં એસએમઈને મજબૂત બનાવવાનું છે.

ભાગીદારી વિશે બોલતાં ફેડરેશન ઓફ ઈન્ડિયા સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS)ના અધ્યક્ષ તેજસ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાત ટ્રેડિંગ, પ્રક્રિયા અને નિકાસમાં ઘેરી નિપુણતા નિર્માણ કરનારા ઉદ્યોજકો સાથે ભારતની સૌથી ગતિશીલ સ્પાઈસ ઈકોસિસ્ટમાંથી એકનું ઘર છે. વૃદ્ધિના આગામી તબક્કા માટે મૂલ્ય ઉમેરો, ગુણવત્તા પ્રણાલીઓ, ટેકનોલોજી અપનાવવી અને વૈશ્વિક બજાર સુસજ્જતા આવશ્યક રહેશે. અમારી ભાગીદારી ખાસ કરીને ઊંઝામાં સ્પાઈસ એસએમઈને વધુ સ્પર્ધાત્મક, માળખાબદ્ધ અને ભાવિ સુસજ્જ બનવા માટે અભિમુખ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.

વાધવાની એક્સિલરેટ પ્રોગ્રામ,નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (એનઈએન)ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ વિશાલ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, "વૃદ્ધિના તબક્કાના વેપારો તકોના અભાવે ભાગ્યે જ સંઘર્ષ કરે છે. તેઓ અમલબજાવણી બાબતે સંઘર્ષ કરે છે. વાધવાની એક્સિલરેટ થકી અમે સંસ્થાપકોને ઉત્તમ વેપાર પ્રભાવ નિર્માણ કરી શકે તેવી એક વૃદ્ધિની અગ્રતા ઓળખવા મદદરૂપ થઈએ છીએ અને તેની અમલબજાવણી કરવા માટે તેમની સાથે કામ કરીએ છીએ. હાથોહાથના અમલબજારણી આધાર સાથે નિષ્ણાત માર્ગદર્શન જોડીને અમે વેપારોને વૃદ્ધિને ગતિ આપવા અને માપક્ષમ પરિણામો હાંસલ કરવા મદદ કરીએ છીએ.’