મોરબી જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Apr 2026 08:20 PM (IST)Updated: Fri 10 Apr 2026 08:20 PM (IST)
morbi-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-725717

Morbi District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 4.84 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, મોરબી જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

મોરબી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1૧-આમરણ9989918819177
2૨-બગથળા131941231725511
33-ચંદ્રપુર121801185524035
4૪-ચરાડવા128561179324649
5૫ - ઢુવા111561037821534
6૬-ઘનશ્યામપુર112291013521364
7૭-ઘુંટુ115211070122222
8૮-જાંબુડીયા9890907518965
9૯-જેતપર131971238925586
10૧૦-ખાખરેચી8721789016611
11૧૧-ખાનપર9171862817799
12૧૨ - કોઠી8446786116307
13૧૩-લજાઇ9440907818518
14૧૪- લુણસર8586805716643
15૧૫ - મહિકા10067911719184
16૧૬-માથક10349889619245
17૧૭ - મોટા દહિસરા8409733515744
18૧૮ - નેકનામ9595912618721
19૧૯-ઓટાળા110991068021779
20૨૦ - પંચાસીયા9708932519033
21૨૧-સાપકડા10840997820818
22૨૨-સરવડ9126796617092
23૨૩-ટીકર(રણ)10571969320264
24૨૪- તિથવા119371157123508

મોરબી જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Morbi District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામઆમ આદમી પાર્ટી
1૧-આમરણહસીનાબેન
2૨-બગથળાકાંતિલાલ માજીભાઈ
33-ચંદ્રપુરસેરાસિયા એમ.ડી. આરિફ
5૫ - ઢુવાઉકેડીયા જયશ્રીબેન ભૂપદભાઈ
6૬-ઘનશ્યામપુરરાજપૂત નીરુબેન ભરતભાઈ
7૭-ઘુંટુરાજુબેન
12૧૨ - કોઠીમનસિયા આસીબેન અહમદભાઈ
13૧૩-લજાઇહર્ષાબેન મહેશભાઈ સોરેસા
14૧૪- લુણસરસપ્રા ગેલાભાઈ
15૧૫ - મહિકાસોલંકી નીરુબેન વિજયભાઈ
16૧૬-માથકજીતુબેન જયંતીભાઈ ઠાકોર
17૧૭ - મોટા દહિસરાનકુલ વિનોદભાઈ બાલાસરા
18૧૮ - નેકનામજ્યોતિબહેન
19૧૯-ઓટાળાપૂજાબેન પ્રકાશભાઈ દુબરીયા
20૨૦ - પંચાસીયાસેરસિયા સાહિલ સાજી ભાઈ
21૨૧-સાપકડાપરમાર જલ્પાબેન
23૨૩-ટીકર(રણ)પટેલ વિજયભાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026