Morbi Municipal Corporation Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની તારીખો જાહેર થઇ ગઇ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા મોરબી મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદી તાજેતરમાં જારી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા પણ એકાદ-બે દિવસમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. આગામી 26 એપ્રિલના રોજ મોરબી મહાનગર પાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જેમાં 2 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત તૈયારીઓ અને આચારસંહિતાની કડક અમલવારી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો
| વોડૅ નું નામ | પુરુષ મતદાર | સ્ત્રી મતદાર | કુલ મતદાર |
| વોર્ડ - 1 | 8590 | 7771 | 16361 |
| વોર્ડ - 2 | 8241 | 7278 | 15519 |
| વોર્ડ - 3 | 10304 | 9382 | 19686 |
| વોર્ડ - 4 | 6822 | 6135 | 12957 |
| વોર્ડ - 5 | 7886 | 7230 | 15116 |
| વોર્ડ - 6 | 6686 | 6265 | 12951 |
| વોર્ડ - 7 | 7030 | 6501 | 13531 |
| વોર્ડ - 8 | 6775 | 6372 | 13147 |
| વોર્ડ - 9 | 9050 | 8719 | 17769 |
| વોર્ડ - 10 | 8614 | 7777 | 16391 |
| વોર્ડ - 11 | 12622 | 11849 | 24471 |
| વોર્ડ - 12 | 8576 | 8007 | 16583 |
| વોર્ડ - 13 | 7383 | 6605 | 13988 |
| વોર્ડ નંબર | કોંગ્રેસ | આમ આદમી પાર્ટી |
| વોર્ડ - 1 | કૈલાશબેન સાકાભાઈ વેરાણા | કંજારીયા ભવનભાઈ પ્રેમજીભાઈ |
| વોર્ડ - 1 | દિનેશભાઈ કલાભાઈ શેરસિયા (કાકુભાઈ) | નિતાબેન પ્રભાતભાઈ ચાવડા |
| વોર્ડ - 1 | ----- | ઝંખનાબેન દિવ્યેશભાઈ અગ્રાવત |
| વોર્ડ - 2 | જુમાભાઈ સુમરા | જયેશ ખીમજીભાઈ સારેશા |
| વોર્ડ - 2 | ----- | રીટા પંકજકુમાર ધંધુકિયા |
| વોર્ડ - 2 | ----- | શાહીન ઉસ્માનગની જામ |
| વોર્ડ - 2 | ----- | ઈકબાલ કટિયા |
| વોર્ડ - 3 | ડૉ. પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસિયા | બાવરવા ચુનીલાલ માવજી |
| વોર્ડ - 3 | ----- | પરમાર અંજલિ મહેશભાઈ |
| વોર્ડ - 4 | ----- | લલિત વિરજીભાઈ ખારા |
| વોર્ડ - 5 | પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા | ઝાલા નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ |
| વોર્ડ - 5 | અમિતભાઈ મનુભાઈ ભોજવિયા | હરેશભાઈ પેથાભાઈ ટુંડીયા |
| વોર્ડ - 5 | વિજયાબેન અમરશીભાઈ મકવાણા | ----- |
| વોર્ડ - 6 | દમયંતિબેન નિરંજની | ખોલેરા ગફરભાઈ જુસબભાઈ |
| વોર્ડ - 6 | કલ્પેશભાઈ રાજેશભાઈ સેતા | રિઝવાના હુસેનશા ફકીર |
| વોર્ડ - 6 | ----- | રોનીત શૈલેશકુમાર લવા |
| વોર્ડ - 7 | ટાંક હિરલબેન તેજશભાઈ | પરમાર ગોવિંદ |
| વોર્ડ - 8 | મીનાક્ષીબેન મનહરભાઈ પટેલ | અન્નપૂર્ણાબેન હર્ષદભાઈ ઘુમાલિયા |
| વોર્ડ - 8 | હાજીભાઈ અકબરભાઈ કોરડીયા | રૂપાળા અરુણકુમાર |
| વોર્ડ - 8 | બલવંતભાઈ ચતુરભાઈ ધુમલીયા | ઉર્મીલાબેન સુભાષભાઈ ઘેટીયા |
| વોર્ડ - 8 | ----- | ઓડીયા અસલમ ઈકબાલભાઈ |
| વોર્ડ - 9 | જયેશભાઈ શાંતિલાલ કાલરીયા | વડગામા કૌશલ |
| વોર્ડ - 9 | જ્યોત્સનાબેન જિતેન્દ્રભાઈ જાલરીયા | પરમાર ભારતીબેન હિતેશભાઈ |
| વોર્ડ - 9 | ----- | કીષ્ના કાન્તીલાલ બાવરવા |
| વોર્ડ - 10 | ભાવિનભાઈ વાલમજીભાઈ ફેફર | ચાવડા વિરજીભાઈ નરશીભાઈ |
| વોર્ડ - 10 | પરમાર દિપકભાઈ અરજણભાઈ | ઝીલરિયા લાલજી આયદાનભાઈ |
| વોર્ડ - 10 | ----- | સરદવા સરસ્વતીબેન મહાદેવભાઈ |
| વોર્ડ - 10 | ----- | ઉર્મિલા હરિલાલ નકુમ |
| વોર્ડ - 11 | વંદનાબેન કરણભાઈ કાસુન્દ્રા | ગિરધરભાઈ ભગવાનજી પરમાર |
| વોર્ડ - 12 | જગદીશભાઈ રમેશભાઈ સોનાગ્રા | પરિમલ કૈલા |
| વોર્ડ - 12 | ----- | ઠાકર જિજ્ઞાબેન જયેશભાઈ |
| વોર્ડ - 13 | ટીવીંકલબેન સી. મકવાણા | સલોત આરિફ અબ્દુલભાઈ |
| વોર્ડ - 13 | કંચનબેન રતિલાલ જાદવ | ----- |
| વોર્ડ - 13 | વિનોદભાઈ નકુમ | ----- |
| વોર્ડ - 13 | ઇમરાનભાઈ સોલંકી | ----- |
| સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી | તારીખ |
| ચૂંટણીની જાહેરાતની તારીખ | 01-04-2026 |
| જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ | 06-04-2026 |
| ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ | 11-04-2026 |
| ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ | 13-04-2026 |
| ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ | 15-04-2026 |
| મતદાનની તારીખ | 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી |
| પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) | 27-04-2026 |
| મતગણતરીની તારીખ | 28-04-2026 |
| ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ | 30-04-2026 |
