PM Modi in Gujarat Live: PM નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે બોંસાઈ ગાર્ડન 'વામન વૃક્ષ વાટિકા'ની મુલાકાત લીધી

એકતાનગરમાં આવતા પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદી ₹307.83 કરોડના 23 વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકશે. જેમાં મુખ્ય આકર્ષણો અને સુવિધાઓ નીચે મુજબ છે:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 31 Oct 2026 07:17 AM (IST)Updated: Sat, 31 Oct 2026 11:26 AM (IST)
pm-modi-gujarat-visit-live-bharat-parv-2026-ekta-nagar-kevadia-latest-news-updates
PM મોદી ગુજરાતના આંગણે

PM Modi Gujarat Visit Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતના એકતાનગર (કેવડિયા) સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' ખાતે દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર સાહેબની 151મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટેનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો. આ તકે તેમણે રાષ્ટ્રીય એકતા પરેડની સલામી પણ ઝીલી હતી.

PM મોદીએ બોંસાઈ ગાર્ડન 'વામન વૃક્ષ વાટિકા'ની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન એકતા નગર (કેવડિયા) ખાતે નવનિર્મિત ‘વામન વૃક્ષ વાટિકા’ (Vaman Vriksha Vatika) ની મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમણે આ અદ્ભુત બોંસાઈ ગાર્ડનનું નિરીક્ષણ કર્યું હતું. આ ખાસ વાટિકામાં ભારતીય અને વિદેશી બોંસાઈ વૃક્ષોની અનોખી પ્રજાતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વડાપ્રધાને વાટિકાની મુલાકાત લઈને ત્યાંની હરિયાળી, પર્યાવરણીય સંરક્ષણની કામગીરી અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ નવીન સુવિધાઓની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી અને તેના નિર્માણને બિરદાવ્યું હતું.

PM મોદીએ ‘રેન ફોરેસ્ટ’ની મુલાકાત લીધી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન એકતા નગર (કેવડિયા) ખાતે નવનિર્મિત ‘રેન ફોરેસ્ટ’ (Rain Forest) ની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ ડિઝાઇન કરાયેલી પારદર્શક છતવાળી 'વિસ્ટાડોમ બસ' (Vista Dome Bus) માં બેસીને આ સુંદર અને હરિયાળા કુદરતી વિસ્તારની સફર માણી હતી. પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણને વેગ આપવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયેલા આ વિસ્ટાડોમ બસ પ્રકલ્પ દ્વારા પ્રવાસીઓ એકતા નગરના કુદરતી સૌંદર્ય અને જંગલના અદ્ભુત નજારાનો નજીકથી અનુભવ કરી શકશે. વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન સ્થળ પર ઉપલબ્ધ વિવિધ પ્રવાસી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

PM મોદીના હસ્તે વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતાનગર (કેવડિયા) ખાતે રૂ. 426.71 કરોડથી વધુના મૂલ્ય ધરાવતા વિવિધ મહત્વકાંક્ષી વિકાસલક્ષી અને પ્રવાસન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે વિસ્તારના સર્વાંગી વિકાસ, પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં વધારો કરવા અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવતા અનેક પ્રકલ્પો દેશને સમર્પિત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે એકતાનગર હવે માત્ર રાષ્ટ્રીય એકતાનું પ્રતીક નથી રહ્યું, પરંતુ તે વિશ્વભરના પ્રવાસીઓ માટે એક અદ્ભુત અને પ્રેરણાદાયી ગંતવ્ય સ્થાન બની ગયું છે, જ્યાં સતત નવીનતમ તકનીકો અને સુવિધાઓનો ઉમેરો થઈ રહ્યો છે.

₹307.83 કરોડના 23 વિવિધ પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ

એકતાનગરમાં આવતા પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદી ₹307.83 કરોડના 23 વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકશે. જેમાં મુખ્ય આકર્ષણો અને સુવિધાઓ નીચે મુજબ છે:

નવા પ્રવાસન આકર્ષણો:

₹50 કરોડના ખર્ચે બનેલી IRCTC હોટલ, ₹16 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી નવી 'એકતા ક્રૂઝ', ₹14.30 કરોડના ખર્ચે નિર્મિત રેઇન ફોરેસ્ટ તેમજ ₹3.67 કરોડના ખર્ચે બનેલી ઇકો-ટ્રેઇલ.

માળખાકીય સુવિધાઓ:

₹45.53 કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹21.40 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹28.22 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે ટ્રાવેલેટર્સ, ₹23 કરોડના ખર્ચે 24 મીટર કોલોની રોડ અને ₹14.25 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ.

સૌંદર્યકરણ અને અન્ય કામો:

₹23.81 કરોડના ખર્ચે પરેડ ટ્રેક, એકતાનગર રેલવે સ્ટેશનથી વિઝિટર સેન્ટર સુધી વૉક-વેનું વિસ્તરણ, ફસાડ (Facade) લાઇટિંગ, 'એકતા પ્રકાશ પર્વ', યુનિટી ગ્લો ગાર્ડનનું અપગ્રેડેશન અને 9 મીટર લાંબી 2 નવી એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ.

₹118.88 કરોડના 8 વિકાસકાર્યોનું કરાશે ખાતમુહૂર્ત

પ્રવાસન ક્ષેત્રે નવા આયામો ઉમેરવાની સાથે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ₹118.88 કરોડના ખર્ચે 8 મહત્વના વિકાસકાર્યોનું શિલાન્યાસ કરવામાં આવશે:

ગોરા-ભાણદ્રા રોડ: ₹59.32 કરોડના ખર્ચે નવો માર્ગ.

  • સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ: ₹36.58 કરોડના ખર્ચે ઝીરો વેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ.
  • બ્રિજ અને ગાર્ડન વિકાસ: ₹7.72 કરોડના ખર્ચે ખલવાણી બ્રિજનો વિકાસ અને ₹5.79 કરોડના ખર્ચે કેકટસ તથા બટરફ્લાય ગાર્ડનનો એકીકૃત વિકાસ.
  • અન્ય પ્રોજેક્ટ્સ: ₹5.15 કરોડના ખર્ચે ખલવાણી ઇકો ટુરિઝમનો વિકાસ, વાઘડિયા રોડનું વિસ્તરણ અને સરદાર સરોવર ડેમ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું નિર્માણ.

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરનું ટૂરિઝમ હબ બનાવવા માટે નવા આકર્ષણો અને આધુનિક સુવિધાઓ સતત ઉમેરવામાં આવી રહી છે, જેથી અહીં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધા અને અનન્ય અનુભવ પ્રાપ્ત થાય.