Navsari ST Bus Station: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના 13માં અદ્યતન બસ પોર્ટનું નવસારીમાં લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મંગળવારે નવસારીમાં રૂ. 82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ કરશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 25 Nov 2025 08:21 AM (IST)Updated: Tue 25 Nov 2025 09:00 AM (IST)
gujarat-cm-bhupendra-patel-inaugurates-navsari-modern-st-bus-station-latest-photos-ans-videos-643989

Navsari Modern ST Bus Station: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ મળે તે માટે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ અદ્યતન સુવિધાઓ સાથેનું કરવાનું વિઝન આપ્યું છે.

નવસારીમાં બસપોર્ટનું લોકાર્પણ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનના વિઝન અનુરૂપ સુવિધાઓ સાથે બસપોર્ટ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવીને પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્ષ વેઈટીંગ રૂમ, આર.ઓ. પાણીની વ્યવસ્થા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રીફ્રેશમેન્ટ માટે કેન્ટીન, દિવ્યાંગજનો માટે વ્હિલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા 12 બસપોર્ટનું નિર્માણ થયું છે. એટલુ જ નહી, મોટા શહેરોના બસપોર્ટમાં મુવી થીએટર, બેન્ક્વેટ હોલ અને શોપીંગ મોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

સીએમના હસ્તે લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 13માં બસપોર્ટનું મંગળવાર 25 મી નવેમ્બરના સાંજે પાંચ વાગ્યે નવસારી ખાતે લોકાર્પણ કરશે તે અવસરે કેન્દ્રીય જલશક્તિમંત્રી સી.આર. પાટીલ, રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળી તથા ધારાસભ્યઓ અને સાંસદઓ સહભાગી થશે.

મુખ્યમંત્રીના દિશાદર્શનમાં સુવિધાસભર બસપોર્ટ નિર્માણને પરિણામે રાજ્યમાં પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ, વેપારીઓ માટે નવી તકો અને યુવાનો તથા બહેનોને રોજગારી અને કારકિર્દી માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવર જવરની અસરકારક જાહેર પરિવહન સુવિધાઓ પુરી પાડીને ગુજરાત એક મહત્વનું ટ્રાવેલ હબ બન્યું છે.