Navsari car accident: નવસારી શહેરમાં ગત રાત્રે સુશ્રુષા હોસ્પિટલ નજીક એક લગ્ન પ્રસંગના ગરબા ચાલી રહ્યા હતા. ત્યારે એક કાર એકાએક અંદર ઘૂસી ગયી હતી, અને 5 કરતા વધુ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ચાલુ ગરબામાં ઘૂસી આવી બેફામ કાર
મળતી માહિતી મુજબ નવસારી શહેરમાં સુશ્રુષા હોસ્પિટલ નજીક એક લગ્ન પ્રસંગના ગરબા ચાલી રહ્યા હતા. હાજર મહેમાનો ગરબા રમી રહ્યા હતા તે વેળાએ અચાનક એક કાર ગરબામાં ઘૂસી ગઈ હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર ગરબા રમી રહેલા ટોળામાં ઘુસાડી દીધી હતી.

5 થી વધુ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
બેફામ કારચાલકે 5 કરતા વધુ લોકોને અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ વિજલપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
સદનસીબે જાનહાની ન થઈ
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અકસ્માતમાં કારને પણ નુકસાન થયું હતું, કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ તપાસી કારચાલકની તપાસ શરૂ કરી છે.
