નવસારી જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસમાં હજુ મંથન ચાલી રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 09 Apr 2026 08:08 PM (IST)Updated: Thu 09 Apr 2026 08:08 PM (IST)
navsari-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-724908

Navsari District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 7.32 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસમાં હજુ મંથન ચાલી રહ્યું છે. આ બંને પક્ષો આગામી થોડા દિવસોમાં પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા છે. ત્રિપાંખિયો જંગ જામવાના પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે, જેણે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, નવસારી જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

નવસારી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1આછવણી115171184423361
2અમલસાડ111001134822448
3બારતાડ (ખા)125051311525620
4બીગરી120231150623529
5બોદાલી138671411027977
6ચાપલધરા132261359826824
7દેવસર127691236425133
8ગણદેવા143921503629428
9ધેજ135661357627142
10કછોલી7926825816184
11ખાટાઆંબા134631372227185
12ખેરગામ136381424627884
13ખુંધ103211038720708
14કુકેરી133191382427143
15મહુવર159801599731977
16માંડવખડક127921299425786
17પનાર113991167423073
18રૂમલા109561105422010
19સાદકપોર106331077621409
20સમરોલી111141126022374
21સરીબુજરંગ111581095022108
22સાતેમ113851198023365
23સીસોદ્રા(ગ)114781195323431
24સુપા9110962418734
25ઉનાઈ122761286325139
26વાંદરવેલા129421315026092
27વાંગણ129661360526571
28વાંસદા110611172722788
29વાંઝણા125481315925707
30વેસ્મા105911060821199

નવસારી જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Navsari District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામઆમ આદમી પાર્ટી
1આછવણીપટેલ હિરલબેન અજિતભાઈ
2અમલસાડપ્રાચીબેન જયનિક તલાવિયા
8ગણદેવાયુવા ભાઈ ખલપભાઈ પટેલ
10કછોલીસોનલબેન કિરણભાઈ તળાવિયા
11ખાટાઆંબારાકેશભાઈ દેવજીભાઈ પટેલ
12ખેરગામસુનિધાબેન જીજ્ઞેશભાઈ પટેલ
15મહુવરભાવિનભાઈ બાબુભાઈ પટેલ
16માંડવખડકચેતનબહેન દિનેશભાઈ પટેલ
19સાદકપોરજીજ્ઞેશ પટેલ
26વાંદરવેલાનરેશભાઈ એન પટેલ
28વાંસદામધુબેન જયેશભાઈ પટેલ
29વાંઝણાપ્રકાશભાઈ બચુભાઈ પટેલ
30વેસ્માકિરણબેન ભાવિનભાઈ પટેલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026