નવસારી જિલ્લામાં મેઘરાજાની મહેર: ખેરગામમાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ, જાણો 24 કલાકના વરસાદી આંકડા

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ નોંધાયો. વાંસદા, ચીખલી, જલાલપોર, ગણદેવી અને નવસારીના વરસાદી આંકડા જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 26 Jul 2026 12:11 PM (IST)Updated: Sun, 26 Jul 2026 12:11 PM (IST)
navsari-rainfall-khergam-records-highest-3-39-inch-rain-24-hours

Navsari Rain Report: નવસારી જિલ્લામાં હાલ મેઘરાજાની મહેર જોવા મળી છે. જેને પગલે નવસારી જિલ્લાના મોટા ભાગના શહેરો અને ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા વરસાદી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તારીખ 25 જુલાઈ સવારના 6 વાગ્યાથી 26 જુલાઈ સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ખેરગામ તાલુકામાં વધારે વરસાદ

નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં નોંધાયો છે. જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 24 કલાકમાં 3.39 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ વાસદા તાલુકામાં પણ સારી મેઘમહેર જોવા મળી હતી અને ત્યાં 1.69 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે.

અન્ય તાલુકાઓની સ્થિતિ

જિલ્લાના અન્ય તાલુકાઓની વિગત જોઈએ તો, ચીખલી તાલુકામાં 0.47 ઇંચ અને જલાલપોરમાં 0.28 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગણદેવી તાલુકામાં 0.2 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 0.12 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સમગ્ર જિલ્લામાં વરસી રહેલા આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોસમના આ સાર્વત્રિક વરસાદથી ખેતીના પાકને જીવતદાન મળવાની આશા બંધાઈ છે અને જળશયોમાં પણ નવા નીરની આવક શરુ થઈ છે.

નવસારીના 24 કલાકના વરસાદી આંકડા

  • ખેરગામ: 3.39 ઈંચ
  • વાંસદા: 1.69 ઈંચ
  • ચીખલી: 0.47 ઈંચ
  • જલાલપોર: 0.28 ઈંચ
  • ગણદેવી: 0.2 ઈંચ
  • નવસારી: 0.12 ઈંચ

સવારે 06 થી 08 વાગ્યા સુધીના આંકડા

  • વાંસદા: 0.12 ઇંચ