UpdatedIST

Navsari: માણેકપોર-ટંકોલી પાટિયા પાસે અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું

માણેકપોર-ટંકોલી પાટિયા પાસે અચાનક વાહન સ્લીપ થઈ ગયું હતું, જેમાં નીચે પટકાતા યુવકનું મોત થયું હતું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 16 Feb 2026 02:34 PM (IST)Updated: Mon 16 Feb 2026 02:34 PM (IST)
navsari-young-man-died-on-spot-in-accident-near-manekpore-tankoli-patiya-693101
HIGHLIGHTS
  • માણેકપોર-ટંકોલી પાટિયા પાસે સર્જાયો અકસ્માત 
  • અચાનક વાહન સ્લીપ થતા નીચે પટકાયો યુવક
  • ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ યુવાનનું મોત

Navsari Bike Accident: નવસારીના માણેકપોર-ટંકોલી ગામના પાટિયા પાસે આજે સવારના સમયે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક બાઈક સવાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

માણેકપોર-ટંકોલી પાટીયા પાસ થયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અંદાજે 9:30 વાગ્યાની આસપાસ એક યુવક પોતાની મોટરસાયકલ પર કસ્બા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન માણેકપોર-ટંકોલી પાટિયા પાસે અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતા વાહન સ્લીપ થઈ ગયું હતું, અથવા ડિવાઈડર સાથે અથડાયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

યુવકે ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો

ટક્કર એટલી જોરદાર હતી કે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, અને તેનું ઘટના સ્થળ પર જ દુઃખદ મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવકનું નામ અજય હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતા જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

મરોલી પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી

પોલીસે 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. મરોલી પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી, અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.