UpdatedIST

Ambaji: ગબ્બર પર્વતની રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ, મેન્ટેનન્સ કામગીરીને પગલે લેવાયો નિર્ણય; પાવાગઢ રોપ-વે આજથી શરૂ

વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને પગલે રોપ-વે બંધ કરતા હવે યાત્રિકોએ પગથિયાં ચઢીને કરવા પડશે માતાજીના દર્શન.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 22 Feb 2026 01:31 PM (IST)Updated: Sun 22 Feb 2026 01:31 PM (IST)
ambaji-gabbar-mountain-ropeway-closed-for-6-days-due-to-maintenance-work-696574
HIGHLIGHTS
  • અંબાજી ગબ્બર પર્વત પર રોપ-વે સેવા બંધ
  • આગામી છ દિવસ માટે બંધ કરવામાં આવી
  • મેન્ટેનન્સ કામગીરીને પગલે લેવાયો નિર્ણય

Ambaji Gabbar Ropeway closed: પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં આવેલા ગબ્બર પર્વત પર રોપ-વે સેવા ચાલે છે. જોકે, આ રોપ-વે સેવા આગામી 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી છ દિવસ માટે બંધ કરવામાં આવી છે. વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભક્તો પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવા પડશે.

અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ રહેશે

અંબાજી ગબ્બર પર્વત પર રોજના હજારો યાત્રિકો અને દર્શનાર્થીઓ રોપ-વેનો ઉપયોગ કરી માં આરાસુરીના દર્શન કરવા જાય છે. ત્યારે રોપ-વેનું સતત મેન્ટેનન્સ જરૂરી હોય છે. જેથી વાર્ષિક સારસંભાળ અને મેન્ટેનન્સ કામગીરી માટે રોપ-વે સેવા બંધ રાખવામાં આવે છે. મોટી સંખ્યામાં યાત્રિકો રોપ-વેનો ઉપયોગ કરતા હોવાથી રોપ-વે ઘસારો પડે છે. 

મેન્ટેનન્સ કામગીરીને પગલે લેવાયો નિર્ણય

યાત્રીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મેન્ટેનન્સની કામગીરી અનિવાર્ય છે. આ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપવે સેવા આગામી 1 માર્ચ, 2026 થી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે. આ છ દિવસ દરમિયાન, ગબ્બર પર્વત પર દર્શન કરવા ઈચ્છતા ભક્તો પગથિયાંનો ઉપયોગ કરીને માતાજીના દર્શન કરી શકશે.

3 દિવસથી બંધ પાવાગઢ રોપ-વે આજથી શરૂ

ઉલ્લેખનીય છે કે, શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ 3 દિવસ રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી. જે આજે ફરીથી પૂર્વવત કરવામાં આવી છે. મેન્ટેનન્સની કામગીરીના કારણે આ સેવા બંધ હતી, જેથી દર્શનાર્થીઓએ ચડીને માં મહાકાળીના દર્શન કર્યા હતા. પરંતુ આજથી રોપ-વે શરૂ થતાં દર્શનાર્થીઓ લાભ લઇ શકશે.