બનાસકાંઠા અને વાવ-થરાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ઓગડમાં સૌથી વધુ 3.86 ઈંચ વરસાદ, જાણો 24 કલાકના વરસાદી આંકડા

બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો. ઓગડમાં સૌથી વધુ 3.86 ઈંચ વરસાદ પડ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 26 Jul 2026 11:40 AM (IST)Updated: Sun, 26 Jul 2026 11:40 AM (IST)
banaskantha-vav-tharad-heavy-rain-ogad-records-highest-rainfall-july-26

Banaskantha Rain Report: ગુજરાતની સાથે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેને પગલે સમગ્ર જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા મુજબ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. 25 જુલાઈ સવારના 06:00 વાગ્યાથી 26 જુલાઈ સવારના 06:00 વાગ્યા સુધીમાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.

ઓગડ તાલુકામાં સૌથી વધારે વરસાદ

જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઓગડ તાલુકામાં 3.86 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત અમીરગઢમાં 2.2 ઈંચ અને ધાનેરામાં 1.93 ઈંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 1.77 ઈંચ અને વડગામમાં 1.73 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું.

વાવ-થરાદ અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો, લાખણી અને દિયોદર બંને તાલુકામાં એકસમાન 2.36 ઈંચ વરસાદ પડ્યો છે. રાહમાં 1.81 ઈંચ, ધરણીધરમાં 1.22 ઈંચ અને થરાદમાં 0.87 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુઈગામમાં 0.79 ઈંચ, ભાભરમાં 0.75 ઈંચ અને વાવમાં 0.2 ઈંચ વરસાદ થયો છે.

ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ

બનાસકાંઠાના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર ચાલુ રહી હતી, જેમાં ડીસામાં 1.26 ઈંચ, દાંતીવાડામાં 0.98 ઈંચ અને દાંતામાં 0.75 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના કાંકરેજમાં 0.51 ઈંચ અને હડાદમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે, આ વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અન ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં થયેલો વરસાદ નીચે મુજબ છે:

  • ઓગડ: 3.86 ઈંચ
  • અમીરગઢ : 2.2 ઈંચ
  • ધાનેરા : 1.93 ઈંચ
  • પાલનપુર: 1.77 ઈંચ
  • વડગામ : 1.73 ઈંચ
  • ડીસા : 1.26 ઈંચ
  • દાંતીવાડા : 0.98 ઈંચ
  • દાંતા : 0.75 ઈંચ
  • કાંકરેજ : 0.51 ઈંચ
  • હડાદ : 0.08 ઈંચ

વાવ-થરાદમાં 24 કલાકના વરસાદી આંકડા

  • લાખણી: 2.36 ઈંચ
  • દિયોદર: 2.36 ઈંચ
  • રાહ: 1.81 ઈંચ
  • ધરણીધર: 1.22 ઈંચ
  • થરાદ: 0.87 ઈંચ
  • સુઈગામ: 0.79 ઈંચ
  • ભાભર: 0.75 ઈંચ
  • વાવ : 0.2 ઈંચ

26 જુલાઈના રોજ સવારે 06 થી 08 વાગ્યા સુધીના સમયગાળામાં બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાં નોંધાયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે:

  • અમીરગઢ: 1.10 ઇંચ
  • હડાદ: 0.71 ઇંચ
  • ધાનેરા: 0.04 ઇંચ

વાવ-થરાદ

  • ધરણીધર: 0.24 ઇંચ
  • થરાદ: 0.04 ઇંચ