વાવ-થરાદ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? ભાજપ અને આપએ જાહેર કર્યા ઉમેદવારો, સંપૂર્ણ માહિતી

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, વાવ-થરાદ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Apr 2026 08:04 PM (IST)Updated: Fri 10 Apr 2026 08:04 PM (IST)
vav-tharad-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-725691

Vav-Tharad District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ વાવ-થરાદ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 7.42 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, વાવ-થરાદ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1૧-આગથળા116191035221971
2૨-બરવાળા154901385129341
33-ભોરડુ132451224225487
44-ભોરોલ133901220825598
5૫-દૈયપ122121104323255
6૬-દેથળી114281035421782
7૭-ઢીમા111041001621120
8૮ - દિયોદર137071261426321
9૯ - ડુચકવાડા120151112923144
10૧૦ - ડુવા151161390129017
11૧૧-ઘાણા114621009821560
1212-જેતડા122511145623707
13૧૩ - કોતરવાડા126301116323793
14૧૪-લાખણી134851232925814
15૧૫-મડાલ115431032521868
16૧૬-માડકા136361234425980
1717-મલુપુર137291278926518
18૧૮-મીઠા150571332728384
19૧૯ - મોરથલ170901588732977
20૨૦-મોરવાડા114751015821633
21૨૧-મોટા કાપરા131491197125120
2222-નારોલી118131118022993
2323-પીલુડા145731344028013
24૨૪ - રૈયા120001112323123
25૨૫ - રાંટીલા148631316828031
26૨૬-સણવા139161263526551
27૨૭-સુઇગામ138911234426235
28૨૮-ટડાવ112821030121583
29૨૯-ઉચોસણ116471046822115
30૩૦-વાવ10092906119153

વાવ-થરાદ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Vav-Tharad District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામભાજપઆમ આદમી પાર્ટી
1૧-આગથળાશોભાબેન સવજીભાઈ વાઘેલા---
2૨-બરવાળાશારદાબેન રઘુરામજી રાઠોડચૌધરી પાર્વતીબેન
33-ભોરડુપુંજીબેન ધરમશીભાઈ પટેલસવિતાબેન સેંધાભાઈ ભેસાણીયા
44-ભોરોલ---મસરુભાઈ નરસિંહ પટેલ
5૫-દૈયપરાહુલભાઈ અમરાભાઈ વેણઅશ્વિનભાઈ પ્રાગાભાઈ સોલંકી
6૬-દેથળીગોમતીબેન ઇશ્વરભાઈ ચૌધરી---
7૭-ઢીમાઅમરતભાઈ શિવરામભાઈ પટેલધીરાભાઈ ઠાકોર
8૮ - દિયોદરભવાનજી બાજુજી ચૌહાણ---
9૯ - ડુચકવાડારમેશભાઈ ઉજાભાઈ પટેલપરાગભાઈ દાઝાભાઈ ચૌધરી
10૧૦ - ડુવામંજુલાબેન હેદુજી વાઘેલાકંચનબેન ભારતભાઈ ઠાકોર
11૧૧-ઘાણારેખાબેન ભરતભાઈ ચૌધરી---
1212-જેતડાશારદાબેન મફાભાઈ ઠાકોરનવાબેન દિનેશભાઈ માળી
14૧૪-લાખણીતેજુબેન પુનમજી ભીલ---
15૧૫-મડાલધૂખાજી નારણજી ઠાકોર---
16૧૬-માડકાશારદાબેન અમીરભાઈ આશલ---
1717-મલુપુરરતનીબેન હરચંદભાઈ પરમાર---
18૧૮-મીઠાભાવનાબેન કાંતીજી ઠાકોર---
19૧૯ - મોરથલમુકેશકુમાર મદનલાલ પટેલલક્ષ્મીબેન ઠાકોર
20૨૦-મોરવાડાઅમીતાબેન પ્રતાપભાઈ ઠાકોરચૌધરી પ્રવીણાબેન ભારતભાઈ
21૨૧-મોટા કાપરાભાવનાબેન પરબતભાઈ રબારી---
2222-નારોલીજગશીભાઈ લક્ષ્મણભાઈ પટેલપટેલ દેવકુમાર
2323-પીલુડામકીબેન વેલાભાઈ કાગપટેલ પ્રિયંકાબેન દેવકુમાર
24૨૪ - રૈયાજગદીશભાઈ ભીખાભાઈ ચૌધરીચૌધરી તેજાભાઈ કરશનભાઈ
25૨૫ - રાંટીલાઉત્તમસિંહ ભીખુજી વાઘેલા---
26૨૬-સણવારજનીશકુમાર જેત્સીભાઈ ચૌધરી---
27૨૭-સુઇગામદુધભાઈ રામજીભાઈ રાજપુતપીરાભાઈ પ્રજાપતિ
28૨૮-ટડાવબબીબેન ધેનગાભાઈ પરમારકોળી હંસાબેન
29૨૯-ઉચોસણવિરજીભાઈ જગાભાઈ ચૌધરી---
30૩૦-વાવકલાભાઈ હરજીભાઈ મકવાણામકવાણા નભાભાઈ બાબાભાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026