Godhra House Fire: ગોધરાના વૃંદાવન નગર 2 વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત નિપજ્યા છે. સેતુ ક્લબ સામે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી રહે છે.
ઘરમાં આગ લાગી હતી
મળતી માહિતી પ્રમાણે, આજે 21 નવેમબરના સવારે સાત વાગ્યાની આસપાસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા સોફામાં અચાનક આગ ભભૂકી હતી. આગનો ધુમાડો ઝડપથી સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો. મકાનમાં કાચ હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો.
ચાર વ્યક્તિના મોત થયા
ધુમાડાના ગૂંગળામણના કારણે હાજર ચારેય વ્યક્તિના મોત થયા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકોને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોની યાદી
- કમલભાઈ દોષી (ઉ.વ. 50)
- દેવલબેન દોષી (ઉ.વ. 45)
- દેવ દોષી (ઉ.વ. 24) અને
- રાજ દોષી (ઉ.વ. 22)
