પંચમહાલ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? BJP અને AAPએ જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Apr 2026 07:06 PM (IST)Updated: Fri 10 Apr 2026 07:06 PM (IST)
panchmahal-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-725638

Panchmahal District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.75 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, પંચમહાલ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

પંચમહાલ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1અંબાલી9685929118976
2અણીયાદ137261301326739
3અસારડી138781296226840
4બાકરોલ126771229524972
5બોરીયા-૫131931236625559
6દલવાડા-૬128101204424854
7ઘામણોદ-૭138631331527178
8એરાલ141821373127913
9એરંડી124951183824333
10ગોલ્લાવ119931157723570
11જાંબુઘોડા159281521331141
12૧૨-કણજરી128001208024880
13કાંકણપુર134641296826432
14૧૪-કાન૫ુર128561211424970
15કરોલી126731222124894
16૧૬-ખરોડ128591152124380
17૧૮-મોરા111891036121550
18૧૯-મોરવા(હ)158851552931414
19૧૭- મંગલીયાણા125551193324488
20નદીસર131041238625490
21નાંદરવા-૨૧134351260326038
22ઓરવાડા130821277225854
23૨૩-પાલ્લા141131306027173
24પીંગળી140451327927324
25૨૫-રજાયતા121391126023399
26૨૬-રવાલીયા121041152523629
27૨૭-સાલીયા160191576531784
28સામલી106221008720709
29સાંપા108241059821422
30શિવરાજપુર10802980820610
31૩૧-સીમલીયા132271270625933
32૩૨-તલાવડી136301230125931
3333-તરખંડા128981220825106
34વાડી-૩૪138231338027203
35૩૫-વંદેલી144461369828144
36૩૬-વાવકુલ્લી142821364727929
37વેજલપુર161021562131723
38૩૮-ઝીંઝરી135031199825501

પંચમહાલ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Panchmahal District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામભાજપઆમ આદમી પાર્ટી
1અંબાલીરમણભાઇ મોહનભાઇ રાઠવાહીરાભાઈ નાયક
2અણીયાદરેવાબેન કનુભાઇ પરમારવણકર મધુબેન
3અસારડીલક્ષ્મીબેન વિનોદભાઇ ભગોરામમતાબેન ભીમાભાઈ રજત
4બાકરોલમીનાક્ષીબેન વિપુલભાઇ પરમાર---
5બોરીયા-૫મગનભાઇ વિરમભાઇ પટેલીયાનાયક અરવિંદભાઈ પ્રતાપભાઈ
6દલવાડા-૬નંદાબેન રાકેશભાઇ ડામોરસોનલબેન તાવીયાડ
7ઘામણોદ-૭અલ્પેશકુમાર રતનસિંહ નાયકાનાયકા વિનુભાઈ
8એરાલમનિષાબેન જયંતિભાઇ નાયકનીરૂબેન રાઠવા
9એરંડીદિવ્યાબેન અનિલકુમાર ભીલકવિતા પ્રવિણભાઈ રાઠવા
10ગોલ્લાવદક્ષાબેન અલ્પેશકુમાર બારીઆ---
11જાંબુઘોડાકવિતાબેન શંકરભાઇ બારીઆકિંજલબેન અક્ષયભાઈ બારિયા
12૧૨-કણજરીવિણાબેન ઇશ્વરભાઇ નાયકરમીલાબેન વિરેન્દ્રકુમાર રાઠવા
13કાંકણપુરપંકજકુમાર રૂમાલસિંહ પરમારવિનોદકુમાર સોલંકી
14૧૪-કાન૫ુરકૈલાશબેન ઘનશ્યામસિંહ પરમારચૌહાણ પુષ્પાબેન
15કરોલીનિતુબેન ધર્મેન્દ્રસિંહ પરમારસીતાબેન પરમાર
16૧૬-ખરોડજોગેન્દ્રસિંહ માવસિંહ બારીઆબારીયા જ્યોતિકાબેન
17૧૮-મોરાહિતેશકુમાર નટવરલાલ રાજભોઇખાંટ અજીતભાઈ બળવંતસિંહ
18૧૯-મોરવા(હ)લલીતાબેન દિનેશભાઇ પટેલઆમલીયાર લીલાબેન માલાભાઈ
19૧૭- મંગલીયાણારાકેશભાઇ પર્વતભાઇ ચૌહાણબારીયા અરવિંદસિંહ
20નદીસરહેમંતકુમાર મદનસિંહ પુવારમકવાણા કિરણકુમાર
21નાંદરવા-૨૧પ્રતાપભાઇ વાધાભાઇ નાયકાજયેન્દ્રભાઈ ડામોર
22ઓરવાડાજયશ્રીબેન અરવિંદસિંહ પરમાર---
23૨૩-પાલ્લાગાયત્રીબેન અશ્વિનકુમાર સોલંકીસંગીતાબેન વિજયભાઈ રાઠવા
24પીંગળીમુકેશભાઇ કાળુસિંહ સોલંકીમહંત જયેશકુમાર
25૨૫-રજાયતાકોકીલાબેન સરદારભાઇ કિશોરીબારીઆ સોનલબેન પિયુષભાઈ
26૨૬-રવાલીયાફુલીબેન પર્વતસિંહ ગોહિલરમીલાબેન લક્ષ્મણભાઈ પરમાર
27૨૭-સાલીયાલલીતાબેન તખતસિંહ પટેલદુબે વરસાબેન પ્રસાદભાઈ
28સામલીરાજેશકુમાર નારણભાઇ પરમારપરમાર રાજેશકુમાર
29સાંપાધર્મિષ્ઠાબેન મનોજકુમાર બારીઆપટેલ શર્મિષ્ઠાબેન જશવંતસિંહ
30૩૦-શિવરાજપુરમીનાબેન ઠાકોરભાઇ પરમારઉર્મિલાબેન ગુરજીભાઈ રાઠવા
31૩૧-સીમલીયામનજીભાઇ અંદરસીંહ તડવીરાઠવા તકીબેન
32૩૨-તલાવડીવિપુલકુમાર મનુભાઇ બારીઆપ્રવિણસિંહ સામતસિંહ બારીયા
3333-તરખંડામહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડાલક્ષ્મણભાઈ પરમાર
34વાડી-૩૪સુરેશકુમાર મહોબ્બતસિંહ સોલંકીપટેલ સુરેશભાઈ
35૩૫-વંદેલીમહેન્દ્રકુમાર હિંમતસિંહ બારીઆઠાકોર અજમેલસિંહ રતનસિંહ
36૩૬-વાવકુલ્લીભારતસિંહ દામાભાઇ બારીઆમગનભાઈ ચંદ્રભાઈ કોળી
37વેજલપુરનિરજકુમાર નિકુંજભાઇ પટેલચૌહાણ કૈલાશબેન
38૩૮-ઝીંઝરીવરજુબેન રમેશભાઇ રાઠવાઆશાબેન પ્રવીણભાઈ રાઠવા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026