Panchmahal: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં માતરિયા વેજમા ગામમાં એક પરિણીતાએ પોતાના 5 માસના માસૂમ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
અન્ય યુવતી સાથે અનૈતિક સબંધ હોવાથી પતિનો પત્ની પર જુલમ
હકીકતમાં દાહોદના સિંગવડ તાલુકાના બારેલા ગામમાં રહેતા ચડુભાઈ માલીવાડની પુત્રી સંગીતા (28)ના આજથી 3 વર્ષ પહેલા મોરવા હડફ તાલુકાના માતરિયા વેજમા ગામના રાકેશ બારીયા સાથે કરવામાં આવ્યા હતા.
Aravalli: ભીલોડામાં લગ્નના વરઘોડામાં લોહી રેડાયું, જૂની અદાવતમાં 8 ઈસમોએ યુવકને ક્રૂરતાથી રહેંસી નાંખ્યો
શરૂઆતમાં તો રાકેશ અને સંગીતાનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ અને એક પુત્રનો જન્મ પણ થયો હતો. જો કે પાછળથી રાકેશના અન્ય યુવતી સાથે અનૈતિક સબંધો હોવાનો ભાંડો ફૂટતા ઘરમાં ઝઘડા થવા લાગ્યા હતા.
આ પણ વાંચો
'તું અમને ગમતી નથી, તારા બાપના ઘરે જતી રહે'
મૃતક સંગીતાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, લફરેબાજ પતિ રાકેશ ઉપરાંત સાસુ મીરાબેન અને દીયર સુનિલ પણ મહેણા-ટોણા મારતા હતા. 'તું અમને ગમતી નથી, તારા બાપના ઘરે જતી રહે' વારંવાર આવું કહીને સંગીને માનસિક ત્રાસ આપતા હતા.
પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળીને સંગીતા ગત 5 ફેબ્રુઆરીએ પોતાના 5 માસના પુત્ર કિયાનને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. આથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં ઘર નજીકના કૂવામાંથી માતા-પુત્રની તરતી લાશ મળી આવી હતી.
આ બાબતની જાણ થતાં ગ્રામજનો અને મોરવા હડફ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ કૂવામાંથી માતા-પુત્રના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આ મામલે પહેલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. જો કે પિયર પક્ષે આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મૃતક સંગીતાના પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
