Patan District Panchayat Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આયોગ દ્વારા જાહેર કરાયેલ આદેશ અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
પાટણ જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણીની વાત કરીએ તો, છેલ્લી વસ્તી ગણતરી સને 2011ના આંકડાઓને આધારે કુલ બેઠકો નક્કી કરવામાં આવેલી છે. પાટણ જિલ્લા પંચાયત માટે કુલ 32 બેઠકો નક્કી કરવામાં આવેલી છે. પાટણ જિલ્લા પંચાયત માટે અનામત બેઠકોનું વિતરણ નિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ આંકડાઓ મુજબ, જિલ્લા પંચાયત માટે અનુસૂચિત જાતિ (અ. જા.) માટે 3 બેઠકો, અનુસૂચિત આદિજાતિ (અ. આ. જા.) માટે 1 બેઠકો અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સા. શૈ. પ. વ.) માટે 9 બેઠકો ફાળવવામાં આવી છે. આ ફાળવણીમાં સંબંધિત વર્ગોની સ્ત્રીઓ માટે અનામત બેઠકો સહિત સ્ત્રીઓ માટેની અનામત બેઠકો અને બિન-અનામત બેઠકોની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કેટલી અનામત બેઠકોની ફાળવણી?
| પાટણ જિલ્લા પંચાયતની બેઠકોની કુલ સંખ્યાઃ 32 | ||
| તાલુકાનું નામ | મતદાર મંડળનું નામ | ફાળવવામાં આવેલ બેઠકનો પ્રકાર |
| પાટણ | બાલીસણા | બિનઅનામત સામાન્ય |
| સિદ્ધપુર | બીલીયા | સામાન્ય સ્ત્રી |
| ચાણસ્મા | ધીણોજ | બિનઅનામત સામાન્ય |
| સમી | દુદખા | અનુસૂચિત જાતિ |
| સમી | ગોચનાદ | સામાન્ય સ્ત્રી |
| સિદ્ધપુર | કાકોશી | બિનઅનામત સામાન્ય |
| રાધનપુર | કમાલપુર (સાતુન) | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| ચાણસ્મા | કંબોઈ | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| પાટણ | કમલીવાડા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| સાંતલપુર | કોલીવાડા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| સાંતલપુર | કોરડા | સા.શૈ.પછાતવર્ગ |
| પાટણ | કુણઘેર | સા.શૈ.પછાતવર્ગ |
| સિદ્ધપુર | કુંવારા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| શંખેશ્વર | લોલાડા | સા.શૈ.પછાતવર્ગ |
| હારીજ | માંકા | સા.શૈ.પછાતવર્ગ |
| રાધનપુર | મેમદાવાદ | સામાન્ય સ્ત્રી |
| સરસ્વતી | મેસર | બિનઅનામત સામાન્ય |
| સરસ્વતી | નાયદા | બિનઅનામત સામાન્ય |
| સિદ્ધપુર | નેદરા | બિનઅનામત સામાન્ય |
| પાટણ | રણુંજ | સામાન્ય સ્ત્રી |
| હારીજ | રોડા | સામાન્ય સ્ત્રી |
| સમી | સમી | બિનઅનામત સામાન્ય |
| સરસ્વતી | સાંપ્રા | સામાન્ય સ્ત્રી |
| સાંતલપુર | સાંતલપુર | સામાન્ય સ્ત્રી |
| શંખેશ્વર | શંખેશ્વર | સામાન્ય સ્ત્રી |
| રાધનપુર | સિનાડ | અનુસુચિત આદિજાતી |
| ચાણસ્મા | વડાવલી | સામાન્ય સ્ત્રી |
| સિદ્ધપુર | વાઘણા | બિનઅનામત સામાન્ય |
| હારીજ | વાઘેલ | અનુસૂચિત જાતિ સ્ત્રી |
| સરસ્વતી | વામૈયા | અનુસૂચિત જાતિ સ્ત્રી |
| સાંતલપુર | વારાહી | બિનઅનામત સામાન્ય |
| સરસ્વતી | વાયડ | બિનઅનામત સામાન્ય |
