Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પાસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે સિદ્ધપુર હાઈવે પર વાહનચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કુલ કિંમત 7.70 લાખનો શંકાસ્પદ ઘીના 309 ડબ્બાનો જથ્થો ઝડપી લેવાયો છે.
વાહન ચેકિંગમાં શંકાસ્પદ ઘી જપ્ત
પોલીસે સિદ્ધપુર હાઈવે પર પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી, સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ કોરડીયા અને સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના આગેવાની હેઠળ સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસે સફેદ કલરની લેલન ગાડી રોકીને તપાસ કરી હતી.
પોલીસે કાર્યવાહી કરી
આગામી ચૂંટણીને પગલે ગાડીમાંથી માર્ક વગરનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. પોલીસ દ્વારા ગાડીમાં સચીન દિવાનજી લાલાજી ઠાકોર (ઉં.વ. 27), વિજય અમૃતલાલ ગાંડાજી ઠાકોર (ઉં.વ. 26) બંનેની પૂછપરછ કરાઈ હતી. જોકે ઘીના જથ્થા બાબતે, ડ્રાઈવરે યોગ્ય જવાબ ન આપતા પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસ દ્વારા 15 કિગ્રા કુલ 308 નંગ શંકાસ્પદ ઘી, જેની કુલ કિમત 7,70,000 છે. તેમજ રુ.5 લાખની કિમતની અશોક લેલન ગાડી મળી કુલ 12 લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહીમાં સિદ્ધપુર પોલીસ મથકનાં પી.આઈ એમ.કે ઝાલા, એ.એસ.આઈ નિલેશકુમાર, રાહુલકુમાર સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
