Taluka Panchayat Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 4 ડિસબર 2025ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફકેશન અનુસાર પાટણ તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો આ તાલુકા પંચાયતમાં કુલ 20 બેઠકો છે. જેમાંથી અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત આદિજાતિ માટે 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 5 અને સામાન્ય ( બિન અનામત) માટે 12 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાંથી મહિલાઓ માટે અનુસૂચિત જાતિમાં 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 3 અને સામાન્યમાં 6 બેઠકો અનામત રાખવામાં આવી છે.
પાટણ તાલુકા પંચાયત ચૂંટણી માટે કેટલી બેઠકો અનામત જાહેર?
| મતદાર મંડળનું નામ | ફાળવવામાં આવેલી બેઠક |
| આંબલીયાસણ | સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી |
| અનાવાડા | સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી |
| બાલીસણા - 1 | સામાન્ય ( બિન અનામત) |
| બાલીસણા - 2 | સામાન્ય સ્ત્રી |
| બોરસણ | અનુસૂચિત આદિજાતિ |
| ચંદ્રુમણા | સામાન્ય સ્ત્રી |
| ડેર-1 | સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી |
| ડેર-2 | સા.શૈ.પછાત વર્ગ |
| ધારણોજ | અનુસૂચિત જાતિ |
| ધારપુર | સા.શૈ.પછાત વર્ગ |
| દુધારામપુરા | સામાન્ય સ્ત્રી |
| કમલીવાડા | સામાન્ય ( બિન અનામત) |
| ખારીવાવડી | સામાન્ય ( બિન અનામત) |
| કુણધેર | અનુસૂચિત જાતિ સ્ત્રી |
| મણુંદ | સામાન્ય ( બિન અનામત) |
| નોરતા | સામાન્ય ( બિન અનામત) |
| રાજપુર | સામાન્ય ( બિન અનામત) |
| રણુંજ | સામાન્ય સ્ત્રી |
| સંડેર | સામાન્ય સ્ત્રી |
| સંખારી | સામાન્ય સ્ત્રી |
